ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે પરંતુ મૃદુ અને મક્કમ ગણાતી સરકાર આ નિર્ણય પર મક્ક્મ દેખાઈ રહી છે. અલગ અલગ રીતે તેમણે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. ગાંધીનગર ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો પરંતુ ઉમેદવારો સાથે એવી રીતે પોલીસે વર્તન કર્યું જાણે કે તેઓ કોઈ આતંકવાદીઓ હોય. ઉમેદવારોને ઢસેડી ઢસેડીને લઈ લઈ જવાયા હતા.
જમાવટની ઓફિસે પહોંચ્યા ટેટ-ટાટ પાસ ઉમેદવારો
યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં ઘણા સમયથી આવ્યા છે. ન માત્ર યુવરાજસિંહ પરંતુ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આવી છે. પાર્ટી દ્વારા અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો સંવાદ કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તે જોઈ પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ઉમેદવારોના કપડા પોલીસે ફાડી નાખ્યા હતા ઉપરાંત અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી છે. ફેક્ચર થયું અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવરાજસિંહે આ ઘટના બાદ વીડિયો શેર કર્યો હતો અને અનેક પ્રશ્નો પૂછ્યા હતા.
યુવરાજસિંહે સરકાર પર કર્યા આકરા પ્રહાર
જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ અનેક વખત પોતાની વ્યથા જમાવટ થકી જનતા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારો જમાવટની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની વાત રાખી હતી. ઉમેદવારોએ આ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી વાત પણ કહી હતી. આખા ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોનો રોષ જોવા મળી રહ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે દાદાના ઈશારે વિદ્યાર્થીઓ પર દમન કરવામાં આવ્યું.