TET-TAT પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ, ડિગ્રીઓ સાથે વિડિઓ બનાવી ભરતી માટે સરકારને વિનંતી કરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-21 10:04:19

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અલગ અલગ રીતે તેમણે વિરોધ કર્યો. ઉમેદવારોનો અવાજ સંભળાય માટે વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારોનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકાર અમે ભણી ગણીને ડિગ્રીઓનો ઢગલો કરી દઈએ છતાંય અમને નોકરી ન મળે તો આ ડિગ્રીઓની શું અમે આરતી ઉતારીયે? ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે.   

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

સૌ ભણો અને સૌ આગળ વધો આ સૂત્ર આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ સૂત્રની પાછળ કદાચ એ લખવાનું ભુલાઈ ગયું લાગે છે કે સૌ ભણી તો લે પણ આગળ કેવી રીતે વધવું? ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ કથળી રહી છે. શાળામાં બાળકો છે પરંતુ ભણાવા માટે શિક્ષકો નથી. એક તરફ શિક્ષકોની ખોટ છે પરંતુ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી. ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલનો કર્યા. 


જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે કેટલીય વાર આ લોકોને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે પણ પોલીસ પણ શું કરે એ પણ આદેશનું પાલન કરે છે. હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.