ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ પ્રકારે વિરોધ તે કરી રહ્યા છે. ઉત્તરાયણ વખતે પતંગ લખીને ઉમેદવારોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે શિક્ષકોની કાયમી ભરતી થાય.
ભગવાન રામને ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કરી પ્રાર્થના
22 જાન્યુઆરીનો દિવસ એટલે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ. દેશ માટે સૌથી મોટો ઐતિહાસિક દિવસ માની શકાય. આ દિવસે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન રામને તેમની ભરતી થાય તે માટે પ્રાર્થના કરી હતી. અને ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપો તેવું પણ કહ્યું હતું.
કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ
સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને અલગ ફોટોસ અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.
સોશિયલ મીડિયાના સહારે ઉમેદવારો!
ટેટ ટાટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અને હવે આ ઉમેદવારો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરવા સોશિયલ મીડિયાના સહારે છે.