Gujaratમાં TET-TAT પાસ ઉમેદવારો નથી કરી રહ્યા Gyan Sahayakનો વિરોધ! જાણો વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રીએ શું આપ્યું નિવેદન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-22 15:59:15

એક તરફ ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે પણ જ્યારે ઉમેદવારો જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે જે રીતે વ્યવહાર થયો તે આપણે જાણીએ છીએ. પોલીસે ટીંગા ટોળી કરી તેમની અટકાયત કરી હતી. તે બધા જ દ્રશ્યો જોયા. દરેક જગ્યાઓ પર આ આંદોલનની ચર્ચા થઈ રહી છે. પરંતુ જ્યારે આ અંગે, આ વિરોધ અંગે જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે નિવેદન આપ્યું તે એકદમ અલગ છે. શિક્ષણ મંત્રીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં એવો જવાબ પણ આપ્યો હતો કે જ્ઞાન સહાયકનો કોઈ વિરોધ નથી થઈ રહ્યો. સાથે શિક્ષણ મંત્રીએ એવું પણ કહ્યું કે આ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી ભરતી કરવામાં આવશે.

 

એક ટીવી ઈન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રીએ આપ્યું નિવેદન!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. જે જ્ઞાન સહાયકનો વિરોધ આ ઉમેદવારો કરી રહ્યા છે એ વિરોધ શિક્ષણ મંત્રીને નથી દેખાઈ રહ્યો. એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો કે જ્ઞાન સહાયકનો આટલો વિરોધ થઈ રહ્યો છે તેના પર તમારું શું કહેવું છે? જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે જ્ઞાન સહાયકનો વિરોધ નથી થઈ રહ્યો. આખા ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતી પણ થશે અને કોઈ આંદોલનો પણ નથી થઈ રહ્યા. સાથે શિક્ષણ મંત્રીએ એવું પણ કહ્યું કે આ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી ભરતી કરવામાં આવશે. 

  

આ અંગે વાત કરતા શિક્ષણ મંત્રીનો વીડિયો થયો હતો વાયરલ

જ્યારથી જ્ઞાન સહાયક યોજના લાવવાની વાત થઈ ત્યારથી અમે વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડાતા જોયા છે. વિદ્યાર્થીઓના આંખમાં આંસુ, એમનો આક્રંદ એમની ચીસો, એમની બૂમો એમનો આક્રોશ અમે જોયો છે,ખેર આ સંવેદનશીલ સરકારને આ યુવાનોની પીડા નથી દેખાઈ રહી. થોડા મહિના પહેલા આ બધા જ ઉમેદવારો જે જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા હતા એ શિક્ષણ મંત્રીને જ મળવા ગયા હતા. શિક્ષણ મંત્રીના કેબિનમાં જ્યારે એ લોકો વાત કરી રહ્યા હતા ત્યારે શિક્ષણ મંત્રી એવું કહેતા દેખાયા હતા કે તમારી નોકરી લેવી હોય તો લો નહીં તો ઘરે બેસી જાઓ એના પછી બીજા દિવસે શિક્ષણ મંત્રી એવું પણ કહ્યું કે આ વિડીયો અડધો જ છે અને ખોટી રીતના બતાવવામાં આવ્યો છે. 


કાયમી શિક્ષકોની ભરતી અંગે સ્પષ્ટતા કેમ નથી કરાતી?

વિરોધ કરી રહેલા ઉમેદવારોને જ્યારે અમે મળીએ છીએ ત્યારે એક નારો તેઓ હંમેશા બોલતા હોય છે. 'હમ હમારા હક માંગતે નહીં કિસીસે ભીખ માંગતે'એ લોકોની વાત ખોટી પણ નથી. એ પોતાના હક માટે લડી રહ્યા છે. માનીએ છીએ કે જે લોકો આંદોલન કરી રહ્યા છે એમાંથી અડધાથી વધારે લોકો જ્ઞાન સહાયકમાં જોડાઈ પણ જશે. જ્ઞાન સહાયક યોજના હેઠળ નોકરી પણ લઈ લેશે. એમનું આંદોલન કાયમી શિક્ષકની ભરતી માટેનું છે. જો સરકાર એવું કહે છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે તો પછી કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે. એનો જવાબ આપે આ વિદ્યાર્થીઓને ક્યાં સુધી આવી રીતના આંદોલન કરવાનું છે એનો પણ જવાબ આપે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?