ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. શાળામાં શિક્ષકો જ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે તેવા સવાલો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા. ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન બાદ સરકાર જાગી અને શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી.
ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા રજૂઆત કરવા
ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરમાં થોડા દિવસો પહેલા આંદોલન પણ કરવામાં આવ્યું. સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો, મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે બાળક ભૂપેન્દ્ર દાદાને અપીલ કરી રહ્યો છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે..
દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં
ગુજરાતની અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આંદોલન વખતે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે અત્યંત ચોંકાવનારા હતા. જે રીતે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હતું તે ચોંકાવનારૂં હતું.. ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરવામાં આવી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
ભૂપેન્દ્ર દાદાને નાના બાળકે કરી આ અપીલ
પરંતુ આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યો છે. મહત્વનું છે કે આંદોલન થયા બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.. આ જાહેરાતને અનેક ઉમેદવારો લોલીપોપ જણાવી રહ્યા છે.