ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોના ધામા જોવા મળી રહ્યા છે. ઉમેદવારોની એક જ માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.
કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન!
આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ કોટિનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજરાતમાં શિક્ષકોની કમી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરી છે. યુવરાજસિંહની આગેવાની હેઠળ દાંડી કૂચ પણ કાઢી હતી. તે ઉપરાંત વિવિધ તહેવારો પર વિરોધ પણ ઉમેદવારોએ દર્શાવ્યો છે.
ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોના ધામા!
થોડા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા. કોઈ વખત પતંગ પર કાયમી શિક્ષકોની ભરતીની માગ લખી હતી તો કોઈ વખત ભગવાનને રજૂઆત કરી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે.