ગાંધીનગર ખાતે ટેટ-ટાટ ઉમેદવારો આંદોલન કરવાના છે. સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીએ મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આ વખતે આર-પારની લડાઈ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારો એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે સરકારના જ્ઞાન સહાયકના કાયદાના વિરોધમાં. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે.
જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી ભરતી શરૂ કરવા સાથેની માંગ સાથે શરૂ થયેલી આમ આદમી પાર્ટીની 'યુવા અધિકાર યાત્રા' પ્રાંતિજ ગામ ખાતે પહોંચી.#યુવા_અધિકાર_યાત્રા pic.twitter.com/H7hDlI53P1
— AAP Gujarat (@AAPGujarat) October 20, 2023
વિધાનસભાને ઘેરવાનો ઉમેદવારો કરી શકે પ્રયાસ!
ગુજરાતમાં કથળતા શિક્ષણની પરિસ્થિતિ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક શાળાઓમાં શિક્ષક નથી હોતા તો અનેક શાળાની હાલત દયનીય હોય છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત આપી રહ્યા છે. ઉમેદવારોને આમ આદમી પાર્ટીનો તેમજ કોંગ્રેસનો સાથ પણ મળી રહ્યો છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ, આપના કાર્યકર્તાઓ તેમજ હજારો ટેટ-ટાટના ઉમેદવારો ચાલી રહ્યા છે. ઉમેદવારોનો રોષ આ યાત્રા દરમિયાન અનેક વખત દેખાઈ આવ્યો છે.
આજે અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0
દાંડી યાત્રા 2.0ની શરૂઆત 13 ઓક્ટોબરથી કરવામાં આવી છે. આ યાત્રાને જનસમુદાયનું સમર્થન મળી રહ્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રામાં હજારો ઉમેદવારો જોડાયા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીએ યુવા અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આજે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદ આ યાત્રા આવે એની પહેલા ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગાંધીનગરમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ ટેટ-ટાટના ઉમેદવારો કરવાના છે તેવી માહિતી સામે આવી છે.
ગાંધીનગર ખાતે શું થાય છે તેની પર સૌ કોઈની નજર
જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટી આવી છે. વિપક્ષી નેતાઓ શિક્ષણ મામલે આક્રામક દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. જ્ઞાન સહાયકના વિરોધમાં કરવામાં આવી રહ્યું આંદોલન રંગ લાવશે કે નહીં તે જોવું રહ્યું. ગાંધીનગર ખાતે આજે શું થાય છે તેની પર સૌ કોઈની નજર છે.