TET-TATના ઉમેદવારો આવતી કાલે કરશે આંદોલન, કરાર આધારીત ભરતી નાબુદ કરવા ઉમેદવારોની માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 16:25:48

આવતીકાલે ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને પીટીસી કરેલા ભાવી શિક્ષકો અને શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે પોતાની માગ સાથે વિરોધ નોંધાવવાના છે.  હાલ ટેટ ટાટના ઉમેદવારોનો મામલો ચાલી રહ્યો છે. ગરમ દૂધના ઉફાણા આવે તેમ વિદ્યાર્થીઓનો રોષ છલકાઈ રહ્યો છે અને તે સરકાર સામે માગ કરી રહ્યા છે કે અમને કોન્ટ્રાક્ટવાળી નોકરી નહીં અમને કાયમી નોકરી જોઈએ છે. અમે અમારા જીવનના 10 કે 11 વર્ષ કોન્ટ્રાક્ટ વાળી નોકરી લેવા માટે નહોતા ગુજાર્યા. અમે મહેનત એટલા માટે નથી કરી કે અમને કોન્ટ્રાક્ટ વાળી નોકરી મળે. મુદ્દાની વિગતવાર વાત કરીએ તો હમણા ગુજરાત સરકારે ઠરાવ બહાર પાડ્યો છે કે 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી થશે જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર હશે.


11 મહિનાના કરાર પર નોકરી મળશે

સરકારનો નિર્ણય આમ જોવા જઈએ તેમની જગ્યાએ રહીને તો સારો જ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષથી ભરતી બહાર નથી પડી. તો ઉમેદવાર શિક્ષકો જે સરકારી નોકરી મેળવીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં કામ કરવાના સપના જોઈ રહ્યા છે તેમના ઘરના સપના પૂરા થાય અને ગરીબ મા બાપે મહેનત બાદ ભણાવેલા છોકરાના ઘરમાં સરકારી આવક શરૂ થાચ... પણ થયું ઉલટું કારણ કે આ કાયમી નોકરી નથી, 11 મહિનાના કરાર પર નોકરી મળવાની છે.


કાયમી નોકરી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

આ બધી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના છોકરાઓ કહી રહ્યા છે કે સરકારના નવા ઠરાવથી અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટની સમય મર્યાદાની વાત કરીએ તો 11 માસ સુધીનો આ કોન્ટ્રાક્ટ રહેશે પણ આ અગિયાર માસનો કોન્ટ્રાક્ટ કેટલા વર્ષો ચાલશે તેની અનિશ્ચિતતા છે એવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અને બે વર્ષ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવીને ત્રીજા વર્ષે કોન્ટ્રાક્ટ વાળી પ્રથા જ કાઢી નાખે તો હજારો શિક્ષકોના ઘરનો ચૂલો સળગતો ઠરી જશે. કરાર જ પૂરા કરી દેવામાં આવે તો તેમને તો શું લાઈન લેવી... માટે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.. બાકી ઉંમરનો પણ મુદ્દો છે કે વધારેમાં વધારે 35 વર્ષના ઉમેદવારો જ આમાં જઈ શકે છે તો એ એન્ગલથી જોવા જઈએ તો 2017માં જે 2600 લોકોની ભરતી કરવામાં આવી ત્યાર પછી કોઈ ખાસ મોટી ભરતી નથી કરવામાં આવી અને એ લોકો પણ હજુ લટકેલા જ છે.... એમને અત્યારે છેક મોકો મળ્યો છે તો બધા લોકો કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે અને એ પણ કાયમી નોકરી માટે નહીં કોન્ટ્રાક્ટ વાળી નોકરી માટે...


ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરશે સત્યાગ્રહ 

એવામાં તેમને અન્યાયની લાગણી થઈ રહી છે અને ઉમેદવારોએ ચીમકી આપી છે કે આવતીકાલે સવારે 10 વાગ્યે એ વ્યક્તિ જે શિક્ષક થવાના સપના જુએ છે તે ગુજરાતના ખૂણે ખૂણેથી ગાંધીનગગરના સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીચિંધ્યામાર્ગે સત્યાગ્રહ કરવા પહોંચવાના છે. જો કે તેમણે સુરક્ષા અને સેવા કરનાર પોલીસ પાસેથી પરવાનગી માગી છે કે નહીં તે ખબર નથી, જો પરવાનગી વગર આવી રીતે ધરણા કરવામાં આવશે તો લગભગ જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા હશે તેમને જેલમાં પૂરી દેવામાં આવશે, 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?