છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરી તો કોઈ વખત ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. સરકારની યોજનાનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.


ટેટ ટાટના ઉમેદવારોએ શરૂ કર્યું દીપ પ્રાગટ્ય આંદોલન!
ગુરૂનો અર્થ થાય છે કે જે અંધકારમાંથી જે અજવાળા તરફ લઈ જાય તે. આપણે ત્યાં ગુરૂને વિશેષ સ્થાન તેમજ સન્માન આપવામાં આવ્યું છે. ગુરૂને ભગવાનનું રૂપ માનવામાં આવ્યું છે. ત્યારે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી ભરતીની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયક અંતર્ગત કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે ઉમેદવારોએ ઝુંબેશ ચલાવી હતી. દરેક ઉમેદવારોએ એક દિવો પ્રગટાવી શિક્ષણ જગતના અંધકારામાં અજવાળા લાવવાના સંદેશ સાથે. સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ સ્ટેટસ રાખ્યું હતું.


ઉમેદવારોએ સમજાવ્યો ગૂરુનો અર્થ!
ટેટ ટાટના ઉમેદવારો તરફથી એવો મેસેજ પણ આપવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે જેમ એક ગુરુ નો અર્થ થાય છે ગુ એટલે અંધારું અને રૂ એટલે અજવાળામાં લઇ જવું.....માટે ગુરુ એટલે અંધકાર થી ઉજાસ તરફ લઈ જનાર વ્યક્તિ.

