શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું કહેવાયું છે, લખાયું છે..પરંતુ જ્યારે ભાવિ શિક્ષકોને રસ્તા પર ઉતરવું પડે વિરોધ કરવા માટે તો? ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ.. વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો હતો અને આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
એક વર્ષ પહેલા પણ કર્યું હતું આંદોલન
ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે.. અનેક શાળાઓ એવી છે કે જ્યાં ભણવા માટે બાળકો છે પરંતુ શિક્ષકો નથી.. સરકારી શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી તે લોકો પોતાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે.. ગયા વર્ષે શિક્ષક દિવસના દિવસે પણ ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા હતા.. આજે એક વર્ષ પછી પણ તે લોકો પોતાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે..
શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારોના પ્રતિનિધી મંડળે કરી મુલાકાત - સૂત્ર
ગુજરાતમાં સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. પોતાની માગને લઈ તે લોકો લડી લેવાના મૂડમાં દેખાયા હતા. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. નોટિફિકેશનની રાહ જોવાઈ રહી હતી.. પરંતુ સરકારે હજી સુધી કોઈ જાહેરાત નથી કરી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતા અને પોતાની માગ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. એવી માહિતી સામે આવી છે કે શિક્ષકોની ભરતી માટે પ્રતિનિધી મંડળે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરી હતી.. આ મુલાકાત સકારાત્મક છે અને ઉમેદવારો મંત્રીના જવાબથી સંતુષ્ટ છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..