TET-TATના ઉમેદવારોની છલકાઈ વેદના, લખ્યું' 12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે, પરંતુ...'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-01 13:04:42

સામાન્ય રીતે આપણે લોકોને કહેતા સાંભળતા હોઈએ છીએ કે ભણવાનો કોઈ અર્થ નથી, તે ગમે તટેલું ભણી લો પરંતુ છેલ્લે તો તમારે નોકરી જ કરવાની છે. આવી વાતો અનેક વખત આપણે સાંભળી હશે, ત્યારે આવી જ વાત TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તો બીજા તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર જ્ઞાનસહાયકને નાબુદ કરે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત સરકાર સમક્ષ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે તેમને રોકી દેવામાં આવતા હતા.  


જમાવટને મળે છે અનેક રજૂઆત 

ત્યારે જમાવટની ઓફિસમાં ઉમેદવારો રજૂઆત કરવા આવતા હોય છે પરંતુ જમાવટના મોબાઈલ પર પણ આને લઈ અનેક મેસેજો આવતા હોય છે. ત્યારે એક મેસેજ અમને મળ્યો છે જેમાં ઉમેદવારે એક વ્યાજબી સવાલ પૂછ્યો છે. ભણવા પાછળ અનેક વર્ષો વિતાવ્યા પછી પણ, અનેક ડિગ્રી મેળવ્યા પછી પણ જો તેમને પોતાના ભવિષ્ય માટે લડવું પડતું હોય તો આ ભણતર શું કામનું? જે મેસેજ તેમણે મોકલ્યો છે તેને શબ્દસહ રાખવામાં આવ્યો છે. પોતાની વેદના રજૂ કરતી તેઓ કહી રહ્યા છે...

  

કેવી કરુણતાની વાત છે ગુજરાત રાજ્યની 

12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે.

સ્નાતક, અનુસ્નાતક, બી.એડ,એમ.એડ ,એમ.એસ.સી,એમ.કોમ અને દ્વી સ્તરીય ટેટ/ટાટ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓની 11 માસ ના કરાર પર ભરતી થશે...

વાહ વાહ મારું ગતિશીલ ગુજરાત..


બીજો એક મેસેજ પણ આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે 

નમસ્કાર સાહેબ શ્રી,       

ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.અને દેશના ભાવિને ઘડનાર, ખુદ શિક્ષકનું ભાવિ અંધરમય અને અસલામત ન બની જાય ,તેમજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તેમજ હજારો ભાવિ શિક્ષકોના સમૂહ હિતને ધ્યાનમાં લઈને જ્ઞાન સહાયક  યોજનામાં જરૂરી ફેરફાર કરીને ચોક્કસ સમય બાદ જ્ઞાન સહાયકને (હાલની વિદ્યા સહાયક યોજના મુજબ ) શિક્ષકને કાયમી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી.                          વિકસિત અને વિકાસશીલ એવા ગુજરાત રાજ્યમાં 11 માસ ના કરાર આધરતિ હંગામી જ્ઞાન સહાયક ભરતીના બદલે કાયમી શિક્ષક ભરતી કરવા માટે રાજ્યના હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આપશ્રી સમક્ષ નમ્ર રજૂઆત કરી રહ્યા છીએ.       

- લિ. ટેટ ટાટ પાસ ઉમેદવારો



ઉમેદવારો કરતા રહે છે નેતાઓને કરાર પર રાખવાની વાત  

મહત્વનું છે કે અમે જ્યારે જ્યારે આ મુદ્દાને ઉઠાવ્યો છે ત્યારે ત્યારે ઉમેદવારો નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો નેતાઓને કરાર આધારિત રાખવામાં આવે તો તેમને ઉમેદવારોની પીડાનો અહેસાસ થાય. ઉલ્લેખનિય છે કે સારી નોકરી મેળવવા માટે અનેક વર્ષો સુધી તેમણે મહેનત કરી હોય, અનેક વર્ષો જિંદગીના શિક્ષક બનવા પાછળ આપ્યા હોય.


આગળ વધશે આંદોલન કે પછી થઈ જશે શાંત?

પરીક્ષા પણ પાસ કરી દીધી હોય પરંતુ જ્યારે નોકરી મેળવવાની વાત આવે ત્યારે તેમને કરાર પર રાખવામાં આવે છે. જ્ઞાનસહાયક નાબુદ થાય તેવી ઉમેદવારોની માગ છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન કોઈ રંગ લાવે  છે કે નહીં? પોતાની લડત ઉમેદવારો ચાલુ રાખે છે કે નહીં તે તો સમય જ બતાવશે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?