TET-TATના ઉમેદવારોને મળ્યું YuvrajSinhનું સર્મથન, સાંભળો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ વિશે શું કરી મહત્વની વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 14:29:37

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ લતત કથળી રહી છે. શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક વખત સરકારને આ મામલે રજૂઆત કરવા માટે પણ ગયા હતા પરંતુ તે રજૂઆત કરે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પોતાની રજૂઆત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોલીસે રોકી દીધા હતા. 

ઉમેદવારોને મળ્યું યુવરાજસિંહનું સમર્થન  

કાયમી શિક્ષક બનવા ઈચ્છુક વિદ્યાર્થીઓની વ્હારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવ્યા છે. જ્ઞાનસહાયક પ્રોજેક્ટ નાબુદ કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે જે ઉમેદવારો કાયમી શિક્ષક બનવા માંગે છે, જે જ્ઞાનસહાયક પ્રોજેક્ટનો વિરોધ કરે છે, તેમને પણ પોતાની વાત, પોતાની વ્યથાને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવે, જે વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકો બનવા માગે છે તેમના સમર્થનમાં હું પણ છું.   


પોલીસની બેવડી નીતિ પર પણ ઉઠે અનેક સવાલ 

મહત્વનું છે કે અમે અનેક વખત એ મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે પોલીસને માત્ર ટેટ-ટાટના ઉમેદવારો જ દેખાય છે! તેમની વિરૂદ્ધ જ્યારે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે તેમને પોતાની ફરજ એકાએક યાદ આવી જાય. વિરોધ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તરત પકડી લેવામાં આવે છે પરંતુ પોલીસ ત્યારે મૌન રહે છે જ્યારે બુટલેગર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત આવે. ઘણી વખત પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે, કોણ દારૂ વેચે છે પરંતુ ત્યાં કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે પોલીસ નિષ્ક્રીય થઈ જતી હોય છે. અને જ્યારે ટેટ-ટાટના ઉમેદવારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે ત્વરિત પગલા લેવામાં આવે છે. પોલીસની આવી બેવડી નીતિ પર પણ અનેક સવાલ ઉભા થાય છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?