TET-TATના ઉમેદવારોએ શિક્ષણમંત્રીની ટ્વિટ પર વ્યક્ત કર્યો રોષ, જાણો શિક્ષણમંત્રીએ શું કરી હતી ટ્વિટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-05 17:08:36

સમગ્ર દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં બાળકોને ભણાવવા શિક્ષકો પોતાના જીવનને સમર્પિત કરી દેતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શિક્ષકો પોતાના ખર્ચે શાળાઓ તૈયાર કરે છે અને બાળકોને ભણાવે છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક ટ્વિટ કરી છે જેમાં એક ન્યુઝ પેપર કટિંગ છે. એ પેપર કટિંગમાં એક શિક્ષક દ્વારા કરવામાં આવેલી પ્રેરણાદાયક કહાણી છે. શિક્ષકે 20 લાખ રુપિયા ભેગા કરીને ડુંગર કોતરાવીને પ્રાથમિક સ્કૂલ બનાવી છે.

ડુંગર કોતરાવીને શિક્ષકે બનાવી પ્રાથમિક શાળા 

બાળકોના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્વપૂર્ણ હોય છે. શાળામાં ન માત્ર બાળકોનું પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ, ગતિશિલ ગજરાત કહેવામાં આવે છે પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકા રસ્તા નથી પહોંચ્યા, પાણી નથી પહોંચ્યું, શાળાઓ નથી પહોંચ્યું. અનેક શિક્ષકો એવા પણ છે જે પોતાના ખર્ચે અથવા તો ફાળો ઉઘરાવી શાળા તૈયાર કરાવે છે. ત્યારે ભાવનગર ખાતે શાળા બનાવવા માટે જગ્યા તો ફાળવી પરંતુ તે જગ્યા ડુંગરોની વચ્ચે હતી. માત્ર એક રૂમ થાય તેટલી જ જગ્યા હતી. ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે શિક્ષકે 20 લાખ ભેગા કર્યા અને ડુંગરને કોતરાવવની કામગીરી શરૂ કરી. અને પછી પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું.


શિક્ષણમંત્રીની ટ્વિટ પર ટેટ-ટાટના ઉમેદવારોએ વ્યક્ત કર્યો રોષ   

ત્યારે પ્રશ્ન એ થાય કે જગ્યાની ફાળવણી કરતા પહેલા શું સરકારને જગ્યાની વાસ્તવિક્તા ખબર નહીં હોય? ડુંગરો છે તેવી જાણ સરકારને ખબર નહીં હોય? જે જગ્યાએ શાળા બનાવવા માટે આપી છે તેની જાણકારી શું સરકારને નહીં હોય? જ્યારે શિક્ષકે આખી કામગીરી કરી તે દરમિયાન સરકારની ફરજ નતી કે સરકાર તેમની મદદ કરે. શિક્ષણમંત્રીની આ ટ્વિટ પર ટેટ ટાટના ઉમેદવારો આક્રોશ ઠાલવી રહ્યા છે. જે પ્રમાણે પોલીસે તેમની સાથે વર્તન કર્યું તેને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...