ગુજરાતમાં TET-TATના ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. આંખોમાં હજારો સપનાઓ રાખી અનકે વર્ષો બાદ યોજાયેલી TET-TATની પરીક્ષા ઉમેદવારોએ આપીએ માનીને કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ ગુજરાતમાં જ્યારથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ ભરતીની માહિતી આપી છે ત્યારથી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે અમે આટ આટલા વર્ષોથી મહેનત કોન્ટ્રાક્ટની વાળી નોકરી મેળવવા માટે નહોતી કરતી. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોને જ પોતાના ભવિષ્યની નથી ખબર તે કઈ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને સવારી શકે?
છેલ્લા ઘણા સમયથી નથી થઈ શિક્ષકોની ભરતી
કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. ઉમેદવારોનું કહેવું છે કે તેમને તો એ પણ ખબર નથી કે કોન્ટ્રાક્ટ ફરી રીન્યૂ થશે કે નહી. તેમની નોકરી સુરક્ષિત રહેશે. બીજી બાજુ સરકારના પક્ષની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની મોટી ભરતી નથી થઈ, શિક્ષકોની પણ ઘટ છે જે મામલે તે કામગીરી કરી રહ્યા છે અને શિક્ષકોની ભરતી મામલે એટલીસ્ટ વિચાર્યું તો ખરૂ. એ વાતનો આનંદ છે.
જો માગ નહીં સ્વીકારાય તો ઉમેદવારો અપનાવશે ગાંધી ચીંધ્યો માર્ગ!
ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સહાયક ભરતીનો ઠરાવ રદ કરી , ટેટ ટાટના પાસ ઉમેદવારોને કાયમી ભરતી કરવા મામલે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના લાખણી વિસ્તારના ટેટ ટાટના ઉમેદવારોએ મામલતદારને રજૂઆત કરી હતી અને આવેદન પાઠવ્યું હતું.. તેમની માગ આમતો આખું ગુજરાત જાણે છે પરંતુ સરકારના કાન સુધી તેમની વાત પહોંચે તે માટે તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. ઉમેદવારોએ નવા ઠરાર આધારિત જ્ઞાન સહાયક કરાર પદ્ધતિ રદી કરી કાયમી ધોરણે ઉમેદવારોને નિમણૂક આપવા માગ કરી કર્યા છે. ટૂંક સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 18 જુલાઈના ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરીને આંદોલન કરવાના છે.
11 મહિનાના કરાર પર સરકાર કરશે જ્ઞાનસહાયક ભરતી
પૂરા મુદ્દાની જો વાત કરીએ તો હમણાજ નવા પ્રસિદ્ધ થયેલા ઠરાવના કારણે વિદ્યાર્થીઓએવું અનુભવી રહ્યા છેકે તેમનીસાથેઅન્યાયથઈ રહ્યોછે... જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકને 11 મહિના કરાર આધારે ભરતી કરવાનીછે... વિચારકરોજેભણતરત ભણીને ઉમેદવાર 30 વર્ષનો થાય અને લિમિટ જ 35 વર્ષની હોય તો તેમની વાત છે કે અમને અન્યાય થઈ રહ્યો છે.. ટૂંકમાં તેમનું ભવિષ્ય જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે... જેના કારણે વિદ્યાર્થીઓ હવે કહી રહ્યા છેકે ગુજરાતના તમામ પીટીસી અને બીએડ કરેલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરવાના છે...