TET-TAT ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા 'બાપુ'ના શરણે, YuvrajSinh Jadejaએ સરકાર પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-02 17:14:53

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર ભરતી આધારીત રદ્દ કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત મહાત્મા ગાંધીને પત્ર લખી રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં યુવરાજસિંહ જાડેજા સાથે ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને રજૂઆત કરી હતી.

મંત્રી બાદ ભગવાનોને જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા કરી છે અરજી 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે તેમણે અનેક વખત ધરણા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ત્યાંથી હટાવી દેવામાં આવતા. ઉમેદવારો સાથે પોલીસવાળા એવું વર્તન કરતા હતા જાણે તે કોઈ આતંકવાદી હોય. મહિલા ઉમેદવારોને ઢસેડીને લઈ જવામાં આવતી હતી. ત્યારે સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા. સીએમ, શિક્ષણમંત્રી તેમજ વડાપ્રધાનને પણ પત્ર લખ્યો પરંતુ ઉમેદવારોના હાથમાં નિરાશા આવી. તે બાદ ઉમેદવારોએ સાધુ-સંતોને પત્ર લખી રજૂઆત કરી. તે બાદ હનુમાનજીને, મહાદેવજીને તેમજ ગણપતિ દાદાને પત્ર લખી જ્ઞાન સહાયક રદ્દ કરવા માટે અપીલ કરી હતી.


યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કર્યા પ્રહાર 

ત્યારે આજે ગાંધી જયંતિ છે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને તેમણે પત્ર લખ્યો હતો. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ પણ હાજર હતા. યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. યુવરાજસિંહે કહ્યું કે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે અમે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?