ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની કમી છે તો બીજી તરફ શાળામાં શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી! જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે પરંતુ સરકાર તેમનો અવાજ નથી સાંભળી રહી. અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો જાય છે પરંતુ કદાચ તેમને સમય નથી આપવામાં આવતો અને જો કોઈ વખત સમય આપવામાં આવે છે ત્યારે મંત્રીઓ ગોળગોળ જવાબ આપે છે.
ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ
ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી સરકારને વિનંતી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચવાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા હતા. કોઈ વખત પતંગ પર માગ લખે છે તો કોઈ વખત નાટકના માધ્યમથી સરકાર સુધી પોતાની માગ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ગાંધીનગર જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે.
શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારે કરી મુલાકાત
ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ પ્રફુલ પાન્સેરિયા સાથે મુલાકાત કરી હતી. મહિલા ઉમેદવારે બીજા ઉમેદવારોને આવવા માટે કહ્યું હતું પરંતુ કોઈ ઉમેદવાર ન આવતા મહિલા ઉમેદવાર એકલા પહોંચી ગયા હતા. મંત્રીને રજૂઆત કરી પરંતુ દર વખતની જેમ ઉમેદવારને ગોળ ગોળ વાતો કરી.