TET-TAT અને જ્ઞાન સહાયકો પોતાની માગ CM સુધી પહોંચાડવા Gandhinagar પહોંચ્યા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-10 15:37:19

ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને જ્ઞાન સહાયકની માગ રાખનારા અભ્યાર્થીઓ પોતાની માગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્ઞાન સહાયકના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેવા માગતા હતા. અભ્યાર્થીઓના કહ્યા મુજબ તે કોઈ વિરોધ માટે ગાંધીનગર નહોતા આવ્યા બસ પોતાની માગ ટપાલ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા માગતા હતા, પણ એવામાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને તમામ અભ્યાર્થીઓને ડબ્બામાં પૂરીને પોલીસ થાણે લઈ જવામાં આવ્યા હતા.

TET-TATના ઉમેદવારોએ કહ્યું કે તે આંદોલન કરવા નથી આવ્યા! 

અગાઉ પણ કોન્ટ્રાક્ટ પ્રથા સામે લડવા માટે ગુજરાત ભરથી જ્ઞાન સહાયકો વિદ્યાસહાયકો અને ભાવિ શિક્ષકો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે તે પોતાની માગ સામે રાખે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને જેણે સરકારને 156 સીટ આપી તેના જ અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ કહેતા હતા કે અમે કોઈ આંદોલન કરવા નથી આવ્યા અમે બસ ટપાલ મોકલીને જતા રહેવાના છીએ પણ તેમને પકડી લેવામાં આવ્યા હતા. 


કાયમી ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ

ગુજરાત સરકાર કહે છે કે અમે શિક્ષણ બાબતે સારા સુધારાઓ કરવા જઈ રહ્યા છીએ તો આ માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેના માટે સરકાર સુધારા કરવાના છે એની માગ સાંભળવી જોઈએ કે તેમનું કહેવું શું છે. આ લોકોએ પોતાનો અવાજ દબાય તેના માટે મત નહોતા આપ્યા. તેમનું કહેવું છે કે સરકારે જે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની વાત કરી છે તે પાછી લઈ લે અને પોતાના જીવવના અમુલ્ય વર્ષો જેણે શિક્ષક બનવાના સપના જોયો હોય તેને કોન્ટ્રાક્ટવાળી ભરતી રદ કરીને અને કાયમી નોકરી માટે ભરતી કરવી જોઈ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?