TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. TET-1માં અંદાજીત 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે જ્યારે TET-2માં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે.
પરીક્ષા અંગે કરવામાં આવી જાહેરાત
શિક્ષક બનવા માટે TET-TATની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે. અનેક વર્ષોથી આ પરીક્ષા નથી યોજાઈ. જેને કારણે ઉમેદવારોઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા TET-1 અને TET-2 માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. વર્ષ 2018માં TET-1ની પરીક્ષા માટે 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે TET-2ની પરીક્ષા માટે 2017માં 2 લાખ 15 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે આ વર્ષે TET-1 ની પરીક્ષા 87 હજાર જેટલા ઉમેદવારો આપશે જ્યારે TET-2ની પરીક્ષા અંદાજીત 2 લાખ 72 હજાર ઉમેદવારો આપવાના છે.
વર્ષો બાદ આ વર્ષે યોજાઈ રહી છે પરીક્ષા
મહત્વનું છે ધોરણ 1થી 5ના શિક્ષક બનવું હોય તેને TET-1ની પરીક્ષા આપવી પડતી હોય છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવું હોય તો TET-2ની પરીક્ષા આપવી પડતી હોય છે. માર્ચ 2018માં TET-1 ની પરીક્ષા યોજાઈ હતી જ્યારે TET-2ની પરીક્ષા 2017માં યોજાઈ હતી. આ વર્ષે પરીક્ષા યોજાતા ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ સાથે સાથેએ ડર પણ છે કે પરીક્ષાનો આરંભ થાય તે પહેલા આ પરીક્ષાનું પેપર ન ફૂટે.