ઓસ્ટ્રેલિયાએ આજે 3 માર્ચ 2023ના દિવસે 9 વિકેટથી હરાવ્યું છે, 4 મેચની સીરીઝની શરૂઆતની બંને મેચ ભારતે જીતી હતી. આ પ્રકારે સીરીઝમાં હવે ભારત 2-1થી આગળ છે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
Australia have confirmed their place in the WTC final!#INDvAUS pic.twitter.com/kGWQmTo2GT
— cricket.com.au (@cricketcomau) March 3, 2023
ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાય કર્યું
Australia have confirmed their place in the WTC final!#INDvAUS pic.twitter.com/kGWQmTo2GT
— cricket.com.au (@cricketcomau) March 3, 2023ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં યોજાયેલી આ ટેસ્ટ મેચમાં જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારત પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે. પરંતું હવે તેણે અમદાવાદમાં કોઈ પણ ભોગે જીત મેળવવી જ પડશે, નહીં તો પેંચ ફસાઈ શકે છે.
લંચ પહેલા જ સમાપ્ત થઈ મેચ
ત્રીજી ટેસ્ટનું પરીણામ બે દિવસ અને કેટલાક કલાકોમાં આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે લંચ પહેલા જ એક વિકેટ પર 78 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. ટ્રેવિસ હેડ 53 બોલમાં 49 રન અને માર્નસ લાબુશેન 58 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો. હેડએ તેની ઈંનિંગ દરમિયાન 6 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો. ત્યાં જ લાબુશેનએ 6 છક્કા લગાવ્યા.
ભારત ટોસ જીત્યું, પણ ટેસ્ટ હાર્યુ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ એક માર્ચે શરૂ થઈ હતી, પહેલા દિવસે રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માનો આ નિર્ણય યોગ્ય સાબિત ન થયો. ભારતીય ટીમ પહેલી ઈંનિંગમાં 109 રન પર જ ધરાશાઈ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 197 રન બનાવ્યા આ પ્રકારે તેણે 88 રનની લીડ પ્રાપ્ત કરી લીધી. ભારતીય ટીમ બીજી ઈંનિંગમાં કોઈ કમાલ કરી શકી નહીં અને 163 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. આ પ્રકારે આસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનું લક્ષ્ય મળ્યું, જે તેણે માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું.
ઓસ્ટ્રેલિયાએ 6 વર્ષે ટેસ્ટ જીતી
ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 6 વર્ષ બાદ કોઈ ટેસ્ટ જીતી લીધી છે. આ પહેલા ફેબ્રુઆરી 2017માં પુનામાં યોજાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 333 રનથી હરાવ્યું હતું, આસ્ટ્રેલિયા ત્યાર બાદ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમ્યું છે પણ અને ત્યાર બાદ હવે ઈન્દોરમાં જીત મેળવી શક્યું છે. આ દરમિયાન તેને 4 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો રહી હતી.