જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લૈરો-પરિગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે તોયબાના કમાન્ડર સહિત બે આતંકીઓના મોત થયા છે. આ ઓપરેશન જમ્મુ કાશ્મિર પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળોએ સાથે મળીને શરૂ કર્યું છે.
સેનાએ વિસ્તારને કોર્ડન કર્યો
કશ્મિર ઝોન પોલીસે રવિવારે રાત્રે એનકાઉન્ટર શરૂ થવાની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કશ્મીર ઝોન પોલીસના સત્તાવાર પેજ પર લખ્યું હતું કે પુલવામાના લૈરો-પરિગામ વિસ્તારમાં અથડામણ થઈ છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારનો કોર્ડન કરી લીધો છે.
ઈનપુટ બાદ સર્ચ ઓપરેશન
સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત બાતમી મળી હતી. ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે અથડામણ થઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે કેટલા આતંકવાદી છુપાયા છે, ફરી ઓપરેશનમાં સામેલ જવાનોની સંખ્યા અંગે કોઈ પણ જાણકારી મળી નથી.