જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો તેમજ આતંકવાદોથી વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. ફાયરિંગ દરમિયાન પાંચ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર મારી દીધા છે. એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
પાંચ આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર!
ફરી એક વખત સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આતંકી છુપાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર થઈ ગયું છે. મહત્વનું છે કે હજી પણ સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. મહત્વનું છે કે આતંકવાદીઓ ઘાટીમાં એક્ટિવ થઈ રહ્યા છે.
પહેલા પણ આતંકવાદી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી!
કાશ્મીર પોલીસના ADGPએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદીઓ આ સ્થળ પર છુપાયા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં તે વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને હાલમાં પણ સર્ચ ઓપરેશન અતર્ગત તપાસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પૂરૂ પાડવામાં આવ્યું હતું. જયારે સર્ચ ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી અને તેના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મંગળવારે પણ સુરક્ષાબળો દ્વારા આતંકવાદીઓને ઠાર મરાયા હતા. ત્યારે આજે વધુ પાંચ આતંકવાદીઓને મારી પડાયા છે.