અફઘાનિસ્તાનમાં સ્કૂલ પર આતંકી હુમલો, 100થી વધુ બાળકોના મોત, હ્રદયદ્રાવક વિડીયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:19:47

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી પણ આત્મઘાતી હુમલાની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. આજે રાજધાની કાબુલની એક સ્કૂલમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 બાળકોના મોત થયા છે. સ્થાનિક મિડીયાના જણાવ્યા પ્રમાણે વિષ્ફોટના સ્થળે હ્રદય દ્વાવક દ્રશ્યો જોવા મળ્યો હતો. શાળાની આસપાસના મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી. કોઈના હાથ ક્યાંક પડ્યા હતા તો ક્યાંક પગ હતા.

  ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાને (Iskp)કર્યો હુમલો


ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતે હુમલાની જવાબદારી લીધી છે, મૃતકોમાં મોટાભાગના હજારા અને શિયા સમુદાયના વિદ્નેયાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલમાં કાબુલમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં વિસ્ફોટ થયા હતા, તેમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બંને શાળાઓ કાબુલના દશ્તે બરચી વિસ્તારમાં પણ આવેલી હતી.


શિયા અને હજારા સમુદાય Iskpના નિશાન પર


કાબુલના દશ્તે બરચીમાં સ્થિત આ સ્કૂલ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે આવેલી છે. ઘાયલ વિદ્યાર્થીઓથી હોસ્પિટલના તમામ બેડ ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં 100થી વધુ મૃતકોની ગણતરી કરવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી તે સમયે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પાછળનો હેતું શિયા અને હજારા સમુદાયને નિશાન બનાવવાનો હતો. તમામ મૃતક વિદ્યાર્થી શિયા અને હજારા સમુદાયના હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?