ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આ આતંકી હુમલો થયો છે. જેરુસલેમમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે 7.40 વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બે પેલેસ્ટિનિયન હુમલાખોરો વેઈઝમેન સ્ટ્રીટ પર વાહનમાંથી ઉતર્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. છ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. ઘટના સ્થળે હાજર બે ઑફ-ડ્યુટી સૈનિકો અને એક સશસ્ત્ર નાગરિકે પણ તરત જ હુમલાખોરો પર વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. લગભગ 47 દિવસના યુદ્ધ બાદ બંને વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ થયો હતો.
Surveillance camera footage shows the shooting attack at the entrance to Jerusalem this morning. Two people were killed, and at least seven others were hurt. Two off-duty soldiers and an armed civilian shot the terrorists dead. pic.twitter.com/CwucVb5IV7
— Emanuel (Mannie) Fabian (@manniefabian) November 30, 2023
હુમલાનો વીડિયો વાયરલ
Surveillance camera footage shows the shooting attack at the entrance to Jerusalem this morning. Two people were killed, and at least seven others were hurt. Two off-duty soldiers and an armed civilian shot the terrorists dead. pic.twitter.com/CwucVb5IV7
— Emanuel (Mannie) Fabian (@manniefabian) November 30, 2023આ હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો બસ સ્ટોપ પર ઉભા રહીને રાહ જોઈ રહ્યા છે, ત્યારે અચાનક બે હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોના નામ મુરાદ નામ્ર (38) અને ઈબ્રાહિમ છે. નમ્ર (30) છે. આ બંને હમાસ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી બદલ જેલમાં જઈ ચૂક્યા છે.
હથિયારો મળી આવ્યા
જેરુસલેમ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો પાસે એમ-16 એસોલ્ટ રાઈફલ અને એક હેન્ડગન હતી. હુમલાખોરોના વાહનમાંથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ આસપાસના વિસ્તારની પણ તપાસ કરી રહી છે. આ હુમલામાં 24 વર્ષની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા અને એક પુરૂષનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ આતંકવાદી હુમલો થયો હતો તે બસ સ્ટોપ પર પણ બરાબર એક વર્ષ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલો ગુરુવારે સવારે એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાયેલ અને હમાસ અસ્થાયી યુદ્ધવિરામને વધુ એક દિવસ વધારવા માટે સહમત થયા હતા.