રાજકોટમાં ડાઘીયા કૂતરાઓનો આતંક, રાજકોટ મ્યુનિ. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-07 15:42:29

રાજકોટમાં ડાઘીયા કુતરાઓને ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, લોકો હુમલાઘોર કુતરાઓના આતંકથી ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં જ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એક 5 વર્ષની  શ્રમિક વર્ગની બાળકીને રખડતા કુતરાઓએ ફાડી ખાતા સનસનાટી મચી ગઈ હતી. શહેરમાં ચોતરફ કુતરાઓના ત્રાસની ચર્ચા થઈ રહી છે. શહેરમાં દર મહિને 900 કરતા વધુ લોકોને શ્વાન કરડે છે. જોકે રાજકોટમાં શ્વાન કરડવાની ઘટના રોજીંદી બની ગઈ છે, પરંતુ તંત્રને આ બનાવો પ્રત્યે કોઈ જાતની રૂચિ ન હોય તેવું લાગી રહ્યું છે.


11 મહિનામાં 11,493 લોકોને કુતરાઓએ બચકા ભર્યા


સરકારી તંત્રના આંકડા મુજબ, જાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 મહિનાના ગાળામાં રખડતા કૂતરાઓએ 11,493 લોકોને બચકા ભરીને લોહીલુહાણ કર્યા છે. આ આંકડો માત્ર હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા લોકોનો જ છે. જ્યારે ઘરે જ સારવાર લીધી હોય, તેવા તો અસંખ્ય લોકો હશે. કોર્પોરેશનના આંકડા અનુસાર, અત્યારે શહેરમાં 20,640 રખડતા કૂતરા છે. અવાર-નવાર કૂતરાઓનો ભોગ બનેલા લોકો મહાનગર પાલિકાને ફરિયાદ કરતાં હોય છે. આવી જ રીતે સરકારી હોસ્પિટલોમાં પણ કૂતરુ કરડ્યાની સારવાર લેવા માટે દર્દીઓનો એકધારો પ્રવાહ ચાલુ રહ્યો છે.


કોંગ્રેસના નેતાએ કરી હતી અપીલ


કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ગોપાલભાઈ અનડકટ દ્વારા ગત 3 નવેમબરે મનપાના મેયર નયનાબેન અને કમિશનર આનંદ પટેલને પત્ર લખી ડાઘીયા કૂતરાઓના ત્રાસ અંગે ત્વરિત પગલાં લેવા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે અમે અગાઉ પત્ર લખી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની માતા ગણાતી ગૌમાતા સામે બાંયો ચડાવતી સરકાર શેરીના રખડતાં કુતરાઓ સામે ઢીલી ઢફ સાબિત થઈ રહી છે. તંત્રના પાપે હજુ પણ રાજકોટવાસીઓ ઉપર કુતરાઓનું જોખમ યથાવત છે હવે અન્ય કોઈ રાજકોટવાસી કૂતરાઓનો શિકાર બને તે પૂર્વે તંત્ર જાગે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.


શા માટે RMC નિષ્ક્રિય છે?

 

રાજકોટના જંગલેશ્વરમાં એક બાળકી પર ડાઘીયા કુતરાના હુમલા બાદ લોકો દ્વારા કોર્પોરેશન શ્વાન પકડવાની કામગીરી હાથ ઘરે તેવી માગ ઉઠી રહી છે, પરંતુ મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી ડો. ભાવેશ જાકાસણિયાના કહેવા મુજબ શ્વાન પકડવાની કામગીરી વર્ષોથી બંધ કરવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર શ્વાનને પકડી શકાતા નથી. તેમજ જો જરૂરિયાત ઉભી થાય અને કોઈ એકલ-દોકલ કુતરાના-ત્રાસની ફરિયાદ આવે ત્યારે તેને પકડીને એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ છે. ત્યાં તેની સારવાર કર્યા બાદ જે જગ્યાએથી ઉપાડવામાં આવ્યું હોય તે જ જગ્યાએ મુકવું પડે તેવો નિયમ અમલમાં છે. નગરપાલિકાઓ અને પાલિકાઓમાં હાલ કુતરાને પકડવાની કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?