રાજકોટમાં વ્યાજખોરોનો આતંક, માત્ર રૂ.200ના વ્યાજ માટે યુવકની કરી હત્યા, પરિવાર શોકાતૂર


  • Published By :
  • Published Date : 2024-01-09 16:02:12

રાજકોટમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે, વ્યાજખોરોને જાણે કાયદા કે પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. રાજકોટમાં આજે માત્ર 200 રૂપિયાની વસૂલાતમાં એક વ્યક્તિની હત્યા કરાતા હાહાકાર મચી ગયો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગતરાત્રીએ એક યુવાન સુરજ ઠાકરની વ્યાજખોરોએ હત્યા કરી નાખી હતી. યુવાન પુત્રની હત્યા બાદ તેના પરિવારજનો પર જાણે આભ તુટી પડ્યું છે, પરિવારમાં હાલનો માહોલ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  


શા માટે કરાઈ હત્યા?


મૃતક સુરજ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મૃતકના પિતા તેજસભાઈ ઠાકરે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. જેનો દરરોજનું વ્યાજ 200 રૂપિયા હતું. તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી. જે બાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા અને સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી. ત્યાર બાદ મૃતક સુરજ ઠાકર તેમના પિતા તેજસ ઠાકર અને તેમની માતા સુનિતાબેન ઠાકર કમલેશ ગોસાઈના ઘરે ગયા હતા. જે સમયે તેમનો પુત્ર જીગર ગોસાઈ હતો. જે બાદ કમલેશ ગોસાઈ અને તેમનો પુત્ર તેમના માતા અને ભાઈ પણ તૂટી પડ્યા હતા. તેમના ભાઈ સુરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત સુરજને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.  


પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર


વ્યાજખોર કમલેશગીરી ગોસાઈ અને તેના પુત્ર જયદેવ અને જિગરે વ્યાજખોરીના રૂપિયા મામલે 23 વર્ષીય સૂરજ ઠાકર નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનોમાં આઘાત સાથે આરોપી સામે આક્રોશ ફેલાયો હતો અને જ્યાં સુધી ત્રણેય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?