ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મુંબઈમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાઓ બંધ થઈ ગયા છે. સંયુક્ત સચિવ સફી રીઝવીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિએ આ અંતરની તપાસ કરવી જોઈએ. યુએનએસસીમાં રીઝવીએ જણાવ્યું હતું ત્યારે પાકિસ્તાનનું નામ નહોતું લીધું.
કાશ્મીર પર ટારગેટ હુમલા ઓછા થઈ રહ્યા છેઃ ભારત
પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી બહાર થશે તો આતંકી ઘટનાઓ વધવાની પ્રબળ શક્યતાઓ છે. રિઝવીએ જણાવ્યું હતું કે 2014માં જમ્મુ કાશ્મીરમાં હાર્ડ ટારગેટ સરકારી કાર્યાલયો, સેના અને પોલીસની શિબિરોને ટારગેટ કરીને હુમલાઓ કરવામાં આવતા હતા. 2015માં પાંચ, 2016માં 15 હુમલાઓ થયા હતા. 2017થી આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2018માં માત્ર 3 જ હુમલાઓ થયા હતા.
કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી હુમલા ઘટ્યા
અધિકારીએ જણાવ્યું હતું કે 2019માં પુલવામામાં બહુ જ મોટો હુમલો થયો હતો. ત્યાર બાદ 2020માં કોઈ પણ મોટો હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં નહોતો આવ્યો. આ ઘટાડો 2018થી 2021 સુધી એટલા માટે થયો કારણ કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં સામેલ થવાનું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિઓ ઓછી થઈ ગઈ હતી.