જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ત્રણ જવાનોએ આતંકવાદીઓ સામે લડતા દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. શહીદ થયેલા જવાનોમાં બે આર્મી ઓફિસર છે અને એક જવાન જમ્મુ-કાશ્મીર પોલીસનો છે. આતંકવાદી સંગઠન TRF એ અનંતનાગ એન્કાઉન્ટરની જવાબદારી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા,બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે ભટ્ટનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું.
સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું
ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાડોલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવાર (12 સપ્ટેમ્બર)ની સાંજે શરૂ થયું હતું, પરંતુ તેને રાત્રે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બુધવારે સવારે આતંકવાદીઓની શોધ ફરી શરૂ કરવામાં આવી હતી જ્યારે માહિતી મળી હતી કે તેઓ એક સ્થાને પર જોવા મળ્યા હતા. કર્નલ સિંહે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. જોકે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે વિશેષ દળો તૈનાત કરવામાં આવ્યા છે. આશંકા છે કે આ વિસ્તારમાં 3 થી 4 આતંકીઓ છુપાયા છે. અહીં સર્ચ ઓપરેશન આખી રાત ચાલુ રહેશે.
#WATCH जम्मू-कश्मीर के उप राज्यपाल मनोज सिन्हा ने अनंतनाग मुठभेड़ में जान गंवाने वाले जम्मू-कश्मीर के पुलिस कर्मियों को श्रद्धांजलि दी। pic.twitter.com/o4WtqqaX0L
— ANI_HindiNews (@AHindinews) September 13, 2023
આ વર્ષમાં 26 આતંકીનો સફાયો
#WATCH जम्मू-कश्मीर के उप राज्यपाल मनोज सिन्हा ने अनंतनाग मुठभेड़ में जान गंवाने वाले जम्मू-कश्मीर के पुलिस कर्मियों को श्रद्धांजलि दी। pic.twitter.com/o4WtqqaX0L
— ANI_HindiNews (@AHindinews) September 13, 2023જમ્મુ કાશ્મિરના આતંકવાદથી પ્રભાવિત સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આ વર્ષે થયેલા એન્કાઉન્ટરમાં લગભગ 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 10 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ પારથી આ તરફ ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા હતા. રિયાસી જિલ્લાના ચાસના વિસ્તાર નજીક ગલી સોહેબ ગામમાં 4 સપ્ટેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.