જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવ્યાને 24 કલાક પણ વીત્યા નથી, ત્યારે વધુ એક દુર્ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. મંગળવારે જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહેલા પ્લેનમાં આગ લાગી હતી. આ વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. જાપાનની સરકારી NHK ટીવીએ પણ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રનવે પર પાર્ક કરાયેલા એરક્રાફ્ટની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. નિપ્પોન ટીવીના રિપોર્ટ મુજબ, કોસ્ટ ગાર્ડના વિમાન સાથે સંભવિત ટક્કરને કારણે વિમાનમાં આગ લાગી હતી. જો કે, તપાસકર્તાઓ દરેક એંગલથી અકસ્માતની તપાસ કરી રહ્યા છે.
શું ટક્કરને કારણે આગ લાગી હતી?
કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સંભવતઃ જાપાન કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટે આ પ્લેનને ટક્કર મારી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તે તેના એરક્રાફ્ટ અને પ્લેન વચ્ચે અથડામણના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે.
動画!羽田空港で日本航空の機体が炎上中!消火作業継続中!海上保安庁の飛行機が衝突!
VIDEO! Japan Airlines aircraft on fire at Haneda Airport! Firefighting operations are continuing! Japan Coast Guard plane collided with a plane!
视频! 羽田机场日本航空公司飞机起火! 灭火行动正在 pic.twitter.com/56bl93Yosd
— worldwalker (@worldwalker_now) January 2, 2024
જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ શું કહ્યું?
動画!羽田空港で日本航空の機体が炎上中!消火作業継続中!海上保安庁の飛行機が衝突!
VIDEO! Japan Airlines aircraft on fire at Haneda Airport! Firefighting operations are continuing! Japan Coast Guard plane collided with a plane!
视频! 羽田机场日本航空公司飞机起火! 灭火行动正在 pic.twitter.com/56bl93Yosd
જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન હોક્કાઇડોના શિન-ચિટોઝ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તેમાં 300 થી વધુ મુસાફરો હતા. AFP એ NHK ને ટાંકીને જણાવ્યું હતું કે સળગતા વિમાનમાંથી તમામ 367 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?
આ દુર્ઘટનાને કારણે રનવે પર પણ આગ ફાટી નીકળી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન જાપાન એરલાઈન્સનું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે વિમાન, JAL 516, હોક્કાઇડોથી ઉડાન ભરી હતી. NHK એ આગ બુઝાવવા માટે કામ કરતા અગ્નિશામકોને પણ બતાવ્યા હતા.