હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા છાપેલા છે. આ બિયર બનાવતી એક રશિયન કંપની છે, કંપનીનુ નામ છે રિવોર્ટ બ્રુઅરી. જોકે, આ પહેલી વહેલી વાર બન્યુ છે એવુ નથી. લગભગ દસેક વર્ષ પહેલા આવુ જ કૃત્ય અમેરિકાની એક કંપની દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારે પણ બિયરની બોટલ પર ગાંધીજીનું સ્કેચ અને બિયર કંપનીનું નામ પણ ગાંધી બોટ રાખવામાં આવ્યુ હતું. અને હવે આ હરકત ફરીથી દોહરાવવામાં આવી છે. આવામાં સવાલ એ થાય કે આ માર્કેટીંગ કરવાની તેમની ઘીનૌની રીત છે કે પછી સીધે સીધુ ભારતનાં લોકોને ઠેસ પહોંચાડવાનું અને અપમાન કરવાનું કાર્ય થઈ રહ્યુ છે. દસ વર્ષ પહેલા જ્યારે આ બન્યુ ત્યારે હૈદરાબાદનાં એક વકીલ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી
અને હાલ ઓરિસ્સાનાં એક સમાજસેવક સુપર્ણો સત્પથીએ x પર ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ બિયર બ્રાન્ડ પર પગલા લેવા કહ્યુ છે.
તેમજ ઘણા બધા ભારતીયોએ આ અંગે રોષ દાખવ્યો છે.