ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. આગાહી પ્રમાણે ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે.
ઉત્તરથી વહેતો પવન વધારશે ગુજરાતમાં ઠંડી
ઉત્તરભારતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવી રહ્યો છે. ઠંડો ઠંડો પવન આવવાને કારણે તાપમાન ગગડે છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ભારતથી પવન આવી રહ્યો છે. એક તરફ ગરમી પણ લાગે છે અને થોડા સમય માટે ઠંડીનો અહેસાસ પણ થાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 થી 4 દિવસ તાપમાન આવું જ રહેશે પરંતુ તે બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. ઉપરાંત 15 નવેમ્બરથી ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરીમાં ઠંડીનો અનુભવ થશે. ગુજરાતના કચ્છ, કંડલા તેમજ નલિયામાં ઠંડીની અસર સૌથી વધારે જોવા મળશે. સામાન્ય રીતે પણ દર શિયાળામાં ત્યાંનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે.