ગુજરાતમાં એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આકરી ગરમીની સંભાવનાઓ વચ્ચે મતદાતાઓ સવારથી મતદાન કરવા પહોંચી રહ્યા છે.. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને અનેક ભાગોમાં તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આજે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...
અનેક ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી
ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. એપ્રિલ મહિનો જ એટલો આકરો રહ્યો હતો કે લોકોને મનમાં પ્રશ્ન થતો હતો કે જૂન મહિનામાં આ ગરમી શું હાલત કરશે... તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ કચ્છ, સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. તે ઉપરાંત સુરત, ભાવનગર, પોરદંબર, દિવ તેમજ કચ્છના અનેક ભાગો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે...
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અનુસાર સોમવારે અમદાવાદમાં 41.2 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. સુરતનું તાપમાન 37.0, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દમણનું તાપમાન 34.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.. ગરમીથી બિમાર ના પડાય તેનું ધ્યાન રાખવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ.. કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ..