કોલ ડ્રોપ અને ઈન્ટરનેટ સર્વિસને લઈ ટેલિકોમ કંપનીઓને સરકારની ફટકાર


  • Published By :
  • Published Date : 2022-12-27 18:47:26

દેશમાં 5G નેટવર્ક લોન્ચ થવા છતાં પણ કોલ ડ્રોપ જેવી સમસ્યાઓથી મોબાઈલ સબ્સક્રાઈબર્સ પરેશાન છે. વધતા જતા કોલ ડ્રોપીંગની સમસ્યાને લઈ સરકારે આવતી કાલે ટેલિકોમ ઓપરેટર કંપનીઓની તાકીદની બેઠક બોલાવી છે. સરકારના હાલમાં સતત કોલ ડ્રોપ ઉપરાંત ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડવાની કે અચાનક જ ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જવાની અનેક ફરિયાદો મળી છે અને તેના પર હવે સરકાર ટેલિકોમ કંપનીઓને સીધા જવાબદાર ગણાવીને આકરા પગલા લે તેવા સંકેત છે. ટેલિકોમ ડિપોર્ટમેન્ટની સાથે જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા (TRAI) પણ સર્વિસ ક્વોલિટીને લઈને ચિંતિત છે.  


કંપનીઓની મનમાની રોકવા તાકિદ


મોબાઈલ ફોન સેવાઓમાં એક તરફ 5-જી ટેકનોલોજીના આગમન માટે ચર્ચા થઇ રહી છે અને લોકોને ટેલિકોમ કંપનીઓ વધુ ઝડપી કોલ તથા ડેટા સર્વિસ પૂરા પાડવાની ખાતરી આપે છે તે વચ્ચે લાંબા સમયથી સરકારી પોર્ટલ પર અને અન્ય રીતે કોલ ડ્રોપીંગની ફરિયાદો વધી છે. ટેલિકોમ કંપનીઓને તેના નેટવર્ક માટે પૂરતા ટાવર ફાળવવા તેમજ ડેટા સર્વિસ માટે યોગ્ય સેન્ટર ઉભા કરવા અનેક વખત તાકીદ કરી છે. પરંતુ આ અંગે કોઇ સેવાઓમાં સુધારો ન જણાતા આવતીકાલે ટેલિકોમ કંપનીઓને જવાબ આપવા સરકારે અગાઉ જણાવ્યું હતું અને ખાસ કરીને 5-જી સેવાના આગમન સાથે 4-જી કે અન્ય સેવાઓ ખોરવાય નહીં કે તે સેવાના ભોગે ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને 5-જી સેવા ફરજ ન પાડે તે જોવા પણ સરકાર માગે છે. 


ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં બેઠક


કોલ ડ્રોપની સમસ્યા મુદ્દે યોજાનારી બેઠકમાં ટેલિકોમ સચિવની અધ્યક્ષતામાં ચર્ચા યોજાશે. જો કે ટેલિકોમ સર્કલ્સ પ્રમાણે ટેલિકોમ સર્વિસની ક્વોલિટી (QoS)ની તપાસ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં વિવિધ ટેલિકોમ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. દેશમાં અંદાજે 1 અબજથી વધુ મોબાઈલ ગ્રાહકો છે અને હવે ફક્ત કોલીંગ જ નહીં પરંતુ અનેક પ્રકારની બેંકીંગ સહિતની સરકારી સેવાઓમાં પણ મોબાઈલના ડેટા સહિતની કામગીરી મહત્વની બની છે તે સમયે આ પ્રકારની ફરિયાદો સામે સરકારે આકરા પગલાની તૈયારી કરી છે.


સર્વિસની ગુણવત્તા સુધારવા દબાણ 


કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓ પર સર્વિસીસની ક્વોલિટીને સુધારવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)નું કહેવું છે કે દેશમાં એક અબજથી વધુ મોબાઈલ યુઝર્સ માટે નેટવર્કના પ્રદર્શનમાં સુધારો કરવા માટે મુડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ આગામી માર્ચ સુધીમાં ટેરિફને 10 ટકા સુધી વધારી શકે છે, તેની પાછળ આ કંપનીઓના રેવન્યુ અને માર્જિન પર વધી રહેલું પ્રેસર પણ મોટું કારણ છે. દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એવરેજ રેવન્યુ પ્રતિ યૂઝર (ARPU)માં સામાન્ય વૃધ્ધી થઈ છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.