ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. તેલંગાણાના મેદક જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક ટ્રેનર પાયલોટ અને એક ટ્રેની પાયલોટના મોત નિપજ્યા છે. બે પાયલટના મોતના સમાચારે ખળભળાટ મચી ગયો છે. તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન 8:55 કલાકે તેમના ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા.
#WATCH | A Pilatus PC 7 Mk II aircraft met with an accident today morning during a routine training sortie from AFA, Hyderabad. Both pilots onboard the aircraft sustained fatal injuries. No damage to any civil life or property has been reported: Indian Air Force officials https://t.co/EbRlfdILfg pic.twitter.com/Eu65ldloo6
— ANI (@ANI) December 4, 2023
કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?
#WATCH | A Pilatus PC 7 Mk II aircraft met with an accident today morning during a routine training sortie from AFA, Hyderabad. Both pilots onboard the aircraft sustained fatal injuries. No damage to any civil life or property has been reported: Indian Air Force officials https://t.co/EbRlfdILfg pic.twitter.com/Eu65ldloo6
— ANI (@ANI) December 4, 2023ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેલંગાણાના ડીંડીગુલ સ્થિત એરફોર્સ એકેડેમીમાં સવારના સમયે ટ્રેનર વિમાને ઉડાન ભરી હતી. ત્યાર બાદ સવારે 8:55 વાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાનો શિકાર થયેલું વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. એરફોર્સે જણાવ્યું કે ટ્રેનર વિમાને રૂટીન ઉડાન ભરી હતી, દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાયલોટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે ભારતીય હવાઈ દળે તપાસના આદેશ આપ્યા છે.
અગાઉ પણ સર્જાઈ હતી દુર્ઘટના
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ભારતીય એરફોર્સના બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશના મુરૈનામાં થયેલી આ દુર્ઘટનામાં ભારતીય એરફોર્સના બે ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું, આ વિમાન પણ રૂટીન ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર હતું.