વર્ષ 2002માં ગુજરાતમાં ભયંકર રમખાણો ફાટી નિકળ્યા હતા. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગોધરા કાંડને લોકો ભૂલી શકે તેમ નથી. ત્યારે ગુજરાત રમખાણો બાદ તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી હતી. સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા જેને લઈ સેતલવાડ ધરપકડને ટાળી શક્યા હતા. પરંતુ ગુજરાત હાઈકોર્ટે શનિવારે તિસ્તા સેતલવાડીની જામીન અરજીને ફગાવી દીધી છે. અને તત્કાળ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
ગયા વર્ષે જામીન માટે કરી હતી અરજી
અમદાવાદના સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. કુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ કેસની સૂનાવણી ચાલી રહી હતી. આ ત્રણેય સામે એસઆઈટીની તપાસ ચાલી રહી હતી. મુંબઈના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ પર 2002 ગુજરાત રમખાણ સાથે જોડાયેલા પુરાવા બનાવવાનો આરોપ છે. ત્યારે આજે એટલે કે ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજીને નામંજુર કરી છે અને તરત હાજર કરવા આદેશ આપ્યો છે. ગયા વર્ષે તેમણે જામીન અરજી દાખલ કરી હતી. 25 જૂન 2022માં ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.