આગામી સમયમાં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની પઠાણ, અક્ષયકુમારની સેલ્ફી જેવી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે સારા અલી ખાનની ફિલ્મ પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સારાની આગામી ફિલ્મ એ વતન મેરે વતનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન એક સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળી રહી છે.
સ્વતંત્રતા સેનાનીના રોલમાં દેખાય છે સારા
આઝાદી વખતના સંઘર્ષને ધ્યાનમાં રાખી અનેક ફિલ્મો બનતી હોય છે. ત્યારે આવનાર સમયમાં અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ એ વતન મેરે વતન આવવાની છે. આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. કન્નન અય્યર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે.
ભારત છોડો આંદોલન પર આધારીત છે ફિલ્મ
આ ફિલ્મમાં ભારત છોડો આંદોલનમાં સીક્રેટ ઓપરેટર બનીને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉષા મહેતાનો રોલ કરી રહી છે. ઉષા મહેતાએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1942માં થયેલા ભારત છોડો આંદોલન પર આધારીત છે. ટીઝરમાં સારા રેટ્રો લૂકમાં દેખાઈ રહી છે. સફેદ રંગની સાડીમાં રેડિયો સેટ કરતી દેખાઈ રહી છે.