શાળામાં બાળકોને ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા! Surendranagarના પાટડીની ફતેહપુર પ્રાથમિક શાળામાં અણબનાવ


  • Published By :
  • Published Date : 2024-02-20 15:58:05

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકોને શાળામાં ભૂલી શિક્ષકો ઘરે જતા રહ્યા હતા!  ઘટના છે સુરેન્દ્રનગરની... શિક્ષકો બાળકોને ભૂલી ઘરે જતા રહ્યા તે બાદ બાળકો કલ્પાંત કરતા રહ્યા. ઘટનાની જાણ થતા બાળકોના વાલીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ શિક્ષણ અધિકારીને થઈ તે બાદ શિક્ષણ અધિકારીએ શિક્ષકો તેમજ આચાર્ય પાસેથી આ અંગેનો ખુલાસો માગ્યો હતો. 

શિક્ષણ અધિકારીએ આ ઘટનાને લઈ માગ્યો જવાબ 

શાળામાં જ્યારે નાના બાળકો ભણવા જતા હોય છે તો તે માસૂમ બાળકોની જવાબદારી આચાર્યો પર રહેલી હોય છે. બાળકો જ્યાં સુધી શાળામાં હોય છે ત્યાં સુધી શિક્ષકોની જવાબદારી તેમના પર રહેલી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગર ખાતે શિક્ષકો રૂમને લોક મારીને ઘરે જતાં રહ્યા અને પછી શાળાના બાળકોએ આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. તેમજ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. ઘટના અંગે શિક્ષણ અધિકારીને જાણ થતાં તેમણે કહ્યું કે, શિક્ષક અને આચાર્ય પાસે ખુલાસો મંગાયો છે.


વાલીઓ દોડી આવ્યા હતા શાળાએ!

આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા. આ બાદ ગભરાયેલા બાળકોએ રોકકળ કરતાં આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું હતું. આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને બાળકોને શાળામાં બંધ જોઇ વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 


બાળકોને સ્કૂલમાં ભૂલી શિક્ષકો જતા રહ્યા ઘરે!   

શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો રડી રહ્યા હતા અને પોતાના માતા-પિતાને નામે બૂમ લગાવી રહ્ય હતા. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જ્યારે આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામે શાળાના શિક્ષક ગોવિંદભાઈ ડોડીયા નાના નાના બાળકોને સ્કુલમાં બંધ કરી જતા રહ્યા અને પછી ભુલી ગયા હતા. બપોરે 1 વાગે કોઈનું ધ્યાન ગયું કે સ્કૂલમાંથી બાળકોની બુમો પડી રહી છે અને રડારોળ કરી રહ્યા છે.


વાલીઓએ બાળકોને કાઢ્યા બહાર!

ત્યારે ગામના લોકો દ્વારા ત્યાં તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગામ લોકોમાં ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો .આ અંગે તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં બનાવની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ફતેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. એટલે શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા. બાદમાં એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમાં આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. હાલ આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.