Gandhinagarમાં રાજ્યભરમાંથી શિક્ષકો ઉમટ્યા , OPSની માંગને લઈને આંદોલન શરુ, સરકારનું વધ્યું ટેન્શન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-16 17:45:43

ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માગ સાથે શિક્ષકો લાંબા સમયથી રજૂઆત અને આંદોલન કરી રહ્યા છે. 1-4-2005 પહેલા જાહેરાત આવી હોય અને નિમણૂક થઈ હોય તેવા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માગ કરવામાં આવી છે.... આજે ફરી એકવાર રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા છે. શિક્ષકોની રજૂઆત છે કે, થોડા સમય પહેલા જ્યારે રાજ્ય સરકાર સાથે બેઠક થઈ ત્યારે સરકારે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવાની બાંયધરી આપી હતી. પરંતુ, ઠરાવ ન કરતા આજે ધરણા પર બેસવું પડ્યું છે. જો સરકાર માગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકો હવે મેદાને 

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં શરૂ કર્યા છે. જૂની પેન્શન યોજના(OPS)લાગુ કરવા માટે આજે શિક્ષકો ભેગા થયા છે. 'એક હી વિઝન, એક હી મિશન' જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી NPSનાબૂદ કરવા અને OPS લાગુ કરવા માટે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.... અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને OPS અંગે રજૂઆત કરી ચુક્યા છે. જોકે, કોઈ સમાધાન ન આવતા આજે ફરી શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન અર્થે ભેગા થયા છે.



શું છે શિક્ષકોની વિવિધ માંગ?   

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ 1-4-2005 પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂપાંતર, HTATના બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો 1:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 4200 ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.


પડતર પ્રશ્નો ના ઉકેલાતા શિક્ષકોએ લીધો નિર્ણય 

આ બેઠકમાં તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તારીખ 1-4-2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓને ઠરાવ બહાર ન પાડતા તથા અન્ય પડતર પ્રશ્ન ન ઉકેલાતા આજ રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો ધરણા પર ઉતર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?