રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માગ ફરી એક વખત બુલંદ બની છે. રાજ્યના સરકારી શિક્ષકો હવે આ મુદ્દે સક્રિય બન્યા છે. અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણાં યોજીને વિરોધ પ્રદર્શન કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા.
જૂની પેન્શન યોજનાની માગ બુલંદ
આજે અમરેલીના આંગણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર વિરૂદ્ધ ધરણાં પ્રદર્શન યોજ્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા અમરેલીની કોળી સમાજની વાડી ખાતે શિક્ષકો દ્વારા હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે ધરણાં સ્થળે પહોંચ્યા હતા ને સૂત્રોચાર કરીને હમારી માંગે પૂરી કરો ના નાદ સાથે દેખાવો કર્યો હતો ને શિક્ષકો દ્વારા 1 એપ્રિલ 2005 પહેલાની જૂની પેન્શન યોજના સરકાર સાથે સમાધાન થયાને 1 વર્ષ જેવો સમય ગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના નો પરિપત્ર ના કરતા આજે અમરેલી ખાતે 13 જિલ્લાના શિક્ષકો ઉમટી પડ્યા હતા ને સરકાર વિરૂદ્ધ ઉગ્ર રોષ સાથે સૂત્રોચાર અને ધરણાં યોજાયા હતા. સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાના શિક્ષકોએ આજે અમરેલી ખાતેથી સરકાર વિરુદ્ધ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન શરૂ કરાયું છે જે તબક્કા વાર અન્ય જિલ્લાઓમાં આંદોલન કરીને સરકાર સામે શિક્ષકો મેદાનમાં ઉતરશે ત્યારે હવે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે કેમ તે જોવું રહ્યું.