હવે કોઈ શિક્ષક ફાજલ નહીં પડે, શાળાઓમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:45:03

રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ અનુદાનિત શાળાઓમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરી કરવામાં આવી છે. વર્ષ 2022-23 માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિધાર્થીઓની સંખ્યા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારીત કરી દેવાઈ છે. રાજ્ય શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યમાં ફાજલ થતા શિક્ષકો અટકશે.


વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરાઈ


રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અનુદાનિત શાળામાં 42+25 વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરી દેવાઇ છે. જે અગાઉ શહેરી વિસ્તારમાં વર્ગમાં 60+42ની સંખ્યા હતી. ગ્રામ્ય વિસ્તારમાં 60-24ની જગ્યા 42-18 વિધાર્થીઓની સંખ્યા નક્કી કરી દેવાઇ. આથી, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 1574 વર્ગનો ઘટાડો અટકશે.



5360 શિક્ષકોની ભરતી કરવામાં આવશે


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, 'આવનારા સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.'



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?