હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અનેક શાળાઓમાં એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખૂબ ઉત્સાહ પૂર્વક બાળકો આમાં ભાગ લેતા હોય છે. ત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બાળકોને ગરબાની બદલીમાં તાજિયા રમાડવામાં આવ્યા હતા.
વિડીયો વાયરલ થતા સર્જાયો હતો વિવાદ
નડિયાદની એક સરકારી શાળાની ઘટના છે. ગરબાને બદલે તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ વાત ઉપરી અધિકારીઓ સુધી પહોંચતા ત્વરિત કાર્યવાહી કરાતા ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિવાદ શાંત કરવા શિક્ષકોને કરાયા સસ્પેન્ડ
આ ઘટના છે નડિયાદના હાથજ ગામમાં આવેલી સરકારી શાળામાં તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. પે-સેન્ટર શાળાનો આ વિડીયો સામે આવતા હિંદુ સેનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગરબાના સ્થાને તાજીયા પર ડાન્સ કરતાનો વિડીયો સામે આવતા અનેક લોકોએ દોષિત અધિકારીઓ પર આકરા પગલા લેવા માટે ફોર્સ કર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્વરિત એક્શન લીધા હતા અને 4 શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. વિડીયોમાં બાળકો ગરબા કરવાને બદલે છાતી પર હાથ મારતા નજરે પડ્યા હતા.