તાપીની સુંદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક નશામાં ચકચૂર રહેતા વાલીઓમાં રોષ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-30 21:16:20

આપણા દેશમાં પ્રાચીન સમયથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા ગુરૂઓ તેમના શિષ્યો માટે આદર્શ મનાય છે. જો કે રાજ્યની શાળાઓમાં દારૂ પિધેલી હાલતમાં પકડાતા હોવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમ કે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર પ્રાથમિક શાળામાં નશામાં ચકચૂર રહેતા શિક્ષકના કારણે હોબાળો મચ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાથી વાલીઓમાં ઉગ્ન રોષ ભભૂકી ઊઠ્યો છે. આ પિક્કડ શિક્ષકની તાકીદે બદલી કરવા અંગે આજરોજ એસ.એમ.સી. સમિતિ તથા વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના સંબંધિત વિભાગોને આવેદનપત્ર આપ્યું છે.


વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હતો


તાપીમાં ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક શિક્ષક લલ્લુભાઈ ગામીત ક્લાસમાં દારુ પીને પડી રહેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. શાળામાં શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી શિક્ષક ક્લાસમાં દારુ પીને પડ્યા રહેતા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.


શિક્ષક લલ્લુભાઈ ગામીતથી ગામ લોકો ત્રાહિમામ


તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની કોંકણી ફળિયાની પ્રાથમિક શાળામાં ધો. 1થી 5 વર્ગો ચાલે છે. કોંકણી, માવચી, વસાવા, ગાવિત જેવા આદિવાસી સમાજના બાળકો શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લલ્લુભાઈ સી.ગામીતની દારૂના વ્યસનની કુટેવથી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેક વખત રજૂઆત છતાં પોતાની આદતમાં કોઈ પરિવર્તન ન દેખાતા આજરોજ ઉશ્કેરાયેલ અને એસ.એમ.સી. સમિતિએ તાલુકા પાથમિક શિક્ષણ અધિકારી, મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને સંબોધતું આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, સુંદરપુર (કોંકણી ફળિયા)ની શાળાના શિક્ષક દરરોજ દારૂનું વ્યસન કરી શાળામાં આવે છે, બાળકોને કંઇ પણ ભણાવતા નથી. શાળામાં વિદ્યાભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના બાળ માનસ પર કેટલી ખરાબ અસર થઈ હશે મુદ્દો પણ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...