કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકને કારણે આટલા લોકોના મોત થયા. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાબરકાંઠાના તલોડમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કરમીપુરામાં ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું મોત થઈ ગયું છે. 35 વર્ષીય શિક્ષકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.
યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત
એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા. કોરોના થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો વધારે જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ક્રિકેટ રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે કોરોનાને કારણે.
ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું થયું હાર્ટ એટેકને કારણે મોત
વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠાના તલોદમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કરમીપુરામાં ક્રિકેટ રમતી વખતે શિક્ષકને હાર્ટ એટેકને આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજકુમાર પટેલ 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તહેવાર દરમિયાન યુવકનું મોત થતાં પરિવાર શોકમગ્ન છે.