તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો પણ છે ગુનાહિત ઇતિહાસ, ડ્રગ્સનો નશો કરી રાજકોટની યુવતી પર આચર્યો હતો ગેંગરેપ


  • Published By :
  • Published Date : 2023-07-20 14:32:57

અમદાવાદ શહેરના ઇસ્કોન ફ્લાય ઓવર બ્રિજ પર બુધવારે મોડી રાતે બે અકસ્માત સર્જાયા હતા. જેમાં પહેલા થાર કાર અને ડમ્પર ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગું થયું હતુ. આ ઉપરાંત 160ની સ્પીડે દોડતી જેગુઆર કાર આવી અને ત્યાં ઉભેલા લોકોને કચડી નાખ્યાં હતાં. જેગુઆર કાર હંકારીને અકસ્માત સર્જનાર તથ્ય પટેલ નામના યુવકે 9 લોકોનો ભોગ લીધો હતા. જેગુઆર કારે એટલી જોરદાર ટક્કર મારી હતી કે લોકો 30થી 50 ફૂટ ઊંચે ઉલળીને નીચે પટકાયા હતા. જેમાં 9 લોકોનાં મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગેંગરેપ અને દુષ્કર્મનો આરોપી છે.


 બાપ એવા બેટા


નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી કારચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ ગોતા વિસ્તારનું મોટું માથું છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ મોટા બિલ્ડર છે. 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મ હાઉસની સામે આલીશાન બંગલોમાં રહે છે. આ બંગલાનું નામ હરે શાંતિ છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અકસ્માત થયાની ગણતરીની કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો છે. તેનો પિતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલ પણ સામુહિક દુષ્કર્મનો આરોપી છે. 


ગેંગરેપનો આરોપી છે પ્રજ્ઞેશ પટેલ 


તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગોતા વિસ્તારમાં રહે છે અને જમીન લે-વેચ તથા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે તેના કાળાં કરતૂત સામે આવ્યાં છે. પ્રજ્ઞેશ પટેલે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યો હતો. તે ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. તેણે રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને પાંચ યુવકો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હોવાની પોલીસ ફરિયાદ અમદાવાદમાં નોંધાવી હતી. બિલ્ડર પ્રજ્ઞેશ પટેલ અને તેના મિત્રો આ યુવતીને ઉદેપુર ફરવા લઈ ગયા હતાં. જ્યાં કોલ્ડડ્રિન્કમાં દારુ મિક્ષ કરીને યુવતીને બેભાન કરીને સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. હદ તો  ત્યા થાય છે કે આરોપીઓએ યુવતી સાથે એકવાર નહીં, પરંતુ અનેકવાર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો પાસપોર્ટ પણ છીનવી લીધો હતો. આ પછી યુવતીને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીએ બિલ્ડર પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. 3 નવેમ્બર 2020ના રોજ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, પ્રજ્ઞેશ પટેલ સામે શાહપુર- 1, રાણીપ- 1, સોલામાં- 2, ડાંગમાં NC ફરિયાદ, મહેસાણા- 1, ક્રાઈમ બ્રાન્ચ- 1 અને મહિલા ક્રાઈમ- 1 નોંધાયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?