તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો ઓડિયો ક્લીપ થયો વાયરલ, પપ્પાની વાત સાંભળી તમારૂં મગજ કામ નહીં કરે, સાંભળો ક્લીપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 13:48:22

દરેક જગ્યાએ તથ્ય પટેલની ચર્ચાઓ થઈ રહી છે. લોકોની માગ છે કે તથ્ય પટેલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ બધા વચ્ચે આપણે એ વાતને ભૂલી ગયા કે તથ્ય જેટલો જવાબદાર છે તેનાથી વધારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જવાબદાર છે. તથ્ય પટેલ કરતા વધારે કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે તથ્ય પટેલે પોતાના 19 વર્ષના જીવન કાળ દરમિયાન એ જ વસ્તુ શીખી હશે જે તેણે પોતાના પિતાને કરતા જોયા હશે. 

તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ 

અમે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વાત એટલા માટે કરી રહ્યા છીએ. કારણ કે તેના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી રહી છે, એ વાતચીત સાંભળતા એવું લાગે છે કે તમે પોતાના અંગત વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. ઓડિયો ક્લીપમાં તે કહી રહ્યા છે કે આવું તો થાય હવે, ગાડી તો ઠોકાય હવે... બહુ ટેન્શન નહીં લેવાનું હવે.. ઓડિયો ક્લીપ હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ બધું કહી રહ્યા છે.     


ઓડિયો ક્લીપ સાંભળી તમારૂં દિમાગ કામ નહીં કરે!

પ્રજ્ઞેશ પટેલને એટલા માટે સજા થવી જોઈએ કારણ કે પ્રજ્ઞેશ પટેલના પાપનું પરિણામ છે તથ્ય પટેલ. કહેવાય છે કે તમે બાળકને જેવું બનાવો તેવું તે બાળક બને છે. માતા પિતા જે પ્રમાણે વર્તે છે તે જોઈ જોઈને બાળકના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. જે પ્રમાણેનો માહોલ ઘરમાં, તેના માતા પિતા બનાવતા હોય છે તેજ પ્રમાણે બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે. તમે એવું કહો કે 18-19 વર્ષનો બાળક ગાડી ઠોકે તે ચાલે, પરંતુ તે ન ચાલે. 

જેટલો દોષી તથ્ય પટેલ છે તેનાથી વધારે દોષી તેના પિતા છે

તમને જેમ તમારૂં સંતાન વ્હાલું હોય છે, બધી સુખ સુવિધાઓ આપવા તમે તત્પર રહો છો, તેવી જ રીતે બીજા માતા પિતાને પણ પોતાના સંતાનનો જીવ એટલો જ વ્હાલો હોય છે. જો પ્રજ્ઞેશ પટેલે તથ્યને સાચી દીશા બતાવી હોત તો આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જ કદાચ ન સર્જાઈ હોત. 10 લોકોએ પોતાનો જીવ ન ગુમાવ્યા હોત. કોઈ માતા પિતાએ પોતાના યુવાન સંતાનને ન ગુમાવી હોત. આ કેસમાં જેટલો તથ્ય દોષી છે તેનાથી પણ વધારે દોષી તેના પિતા છે. માટે તથ્ય પટેલને તો સજા થવી જ જોઈએ પરંતુ તેનાથી પણ વધારે તેના પિતાને સજા થવી જોઈએ.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?