અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલના 5 મિત્રોની પણ અટકાયત


  • Published By :
  • Published Date : 2023-07-20 20:32:06

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બુધવારે મોડી રાત્રીએ તથ્ય પટેલ નામના એક નબીરાએ જેગુઆર કાર નીચે  9 લોકોને કચડી નાખતા હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન અમદાવાદ પોલીસને અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ અહીં આવી ગઈ હતી. આ ઘટનામાં એક હોમગાર્ડ, પોલીસ કર્મચારી સહિત 9 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ આ મામલામાં કાર ચાલક આરોપી તથ્ય પટેલ ઉપરાંત તેના પિતા સહિત 6 વ્યક્તિની અટકાયત કરી લીધી છે. જેમાં તથ્ય સાથે કારમાં રહેલા તેના મિત્રોનો પણ સમાવેશ થાય છે. હાલ તથ્ય પટેલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


તથ્ય પટેલના મિત્રોની પણ અટકાયત

અકસ્માત સર્જનાર આ જેગુઆર કાર તથ્ય પટેલ નામનો 19 વર્ષનો યુવાન ચલાવી રહ્યો હતો. અમદાવાદ પોલીસ તથ્ય પટેલ અને અકસ્માત સમયે જગુઆર કારમાં હાજર તેના મિત્રોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ અકસ્માત સમયે કારમાં તથ્ય સાથે 3 યુવતી અને બે યુવક હાજર હતા. પૂછપરછ માટે બોલાવાયેલા યુવક-યુવતીઓમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ, માલવિકા પટેલ સહિત તમામની અટકાય કરી FIRમાં તેમના અંગેની વિગતો દાખલ કરવામાં આવી છે.


થાર કારના સગીર ચાલક સામે પણ ગુનો નોંધાયો


પોલીસ દ્વારા આ થાર કારના સગીર ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મુજબ કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી હતી અને ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કાર અને ડમ્પર બંનેને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ 16 વર્ષના સગીર વિરુદ્ધમાં જાહેર રોડ પર બેદરકારીથી અન્ય લોકોની જિંદગી જોખમાય એ રીતે વાહન ચલાવવાની ફરિયાદ IPCની કલમ 177, 184 અને 181 હેઠળ નોંધવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ કેસમાં જગુઆર કારથી લોકોને ફંગોળી નાખવાના મામલામાં કાર ચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની અટકાયત કરી લીધી છે. હવે આ મામલામાં આરોપીઓની ધરપકડ કર્યા પછી તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે.


થાર કારના સગીર સામે નોંધાઈ ફરિયાદ


પોલીસ દ્વારા આ થાર કારના સગીર ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મુજબ કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી હતી અને ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કાર અને ડમ્પર બંનેને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ 16 વર્ષના સગીર વિરુદ્ધમાં જાહેર રોડ પર બેદરકારીથી અન્ય લોકોની જિંદગી જોખમાય એ રીતે વાહન ચલાવવાની ફરિયાદ IPCની કલમ 177, 184 અને 181 હેઠળ નોંધવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ કેસમાં જેગુઆર કારથી લોકોને ફંગોળી નાખવાના મામલામાં કાર ચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની અટકાયત કરી લીધી છે. હવે આ મામલામાં આરોપીઓની ધરપકડ કર્યા પછી તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે.


આ લોકો મોતને ભેટ્યા


મૃતકોની ઓળખ 25 વર્ષીય અમન કચ્છી, 21 વર્ષીય અરમાન વઢવાણિયા, 35 વર્ષીય ધર્મેન્દ્રસિંહ પરમાર, 35 વર્ષીય નિલેશ ખટિક, 20 વર્ષીય રોનક વિહલપરા, 23 વર્ષીય કૃણાલ કોડિયા, 21 વર્ષીય અક્ષય ચાવડા, 22 વર્ષીય નિરવ તરીકે થઇ હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલા મોટાભાગના લોકો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા. મોટાભાગના મૃતકો પીજીમાં રહેતા હતા.


કેવી રીતે સર્જાયો અકસ્માત?


અમદાવાદના ધનીક પિતાનો નબીરો એસજી હાઈવે પરના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બેફામ બની થાર કાર હંકારતા કારના ચાલક વિરુદ્ધ ખાસ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે મુજબ થાર કાર માત્ર 16 વર્ષનો સગીર ચલાવી રહ્યો હતો. જેની સામે એસ.જી હાઈવે 2 ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પણ પોલીસ ફરિયાદી બની છે. બ્રિજ પર અકસ્માત રાત્રે 12.30 વાગ્યે થયો હતો, જેની સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને પોતાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. આ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કાર જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો, તેણે લોકોને અટફેટે લીધા હતા અને 9 લોકોના મોત થઈ ગયા, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?