તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર, પિતા પ્રજ્ઞેશ પટેલને 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા


  • Published By :
  • Published Date : 2023-07-21 22:43:04

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, મિરઝાપુર કોર્ટે સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપી તથ્યને કોર્ટમાં રજૂ કરવાની વાતને લઈને મોટી સંખ્યામાં લોકો મિરઝાપુર કોર્ટ બહાર પહોંચ્યા હતા. જેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી તથ્ય પટેલે બેફામ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા હતા.


પબ્લિક પ્રોસિક્યુટરે કરી આ દલીલ 


ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપી તથ્ય પટેલના 5 દિવસના રીમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પુરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની તપાસની પણ જરૂર હોવાનું તેમણે કહ્યું. આ સાથે જ આરોપીના મોબાઈલ ફોનની તપાસ પણ જરૂરી હોવાની દલીલ કરાઇ હતી. એવી દલીલ પણ કરાઇ હતી કે આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સાથે જ આરોપી કઇ રેસ્ટોરન્ટમાંથી આવ્યો તેની તપાસ પણ જરૂર હોવાનું કહેવાયું હતું.


આરોપીના વકીલ નિસાર વૈદ્યે શું દલીલો કરી?


આરોપીના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે આરોપીને માર માર્યો તેનો વિડિયો છે પણ માર મારવા સામે કોઈ ફરિયાદ નહી. અનેક રજૂઆત કરી પણ ફરિયાદ ન લેવાઇ. કોર્ટ ને વિનંતી કે અમારી ફરિયાદ પણ લેવામાં આવે પિતા વિરુદ્ધ આરોપ લગાવ્યો કે ગાળો બોલી પરંતુ તેવો એક પણ વીડિયો નથી , અને ગાળો બોલવા સામે કોઇ કલમ નથી, આરોપી તથ્યના વકીલે દલીલ કરી કે આરોપીના મૂળભૂત હકોનું હનન થઇ રહ્યું છે.


આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું કે 19 વર્ષનો છોકરો સીમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેની પર મીડિયા ટ્રાયલ થયું. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને માર્યો. ઘટના સ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવાયા. મરનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. આરોપીના માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટના સ્થળે ગયા. આરોપીના વકીલે એવી પણ દલીલ કરી કે રાત્રે 12.30 બનાવ બને છે. ત્યાં એક એક્સિડેન્ટ પહેલાથી હતો પરંતુ પોલીસે ડાયવર્ઝન કે બેરીકેડ મૂક્યા ન હતા. તેમણે કહ્યું કે આ કાવતરુ કે મર્ડર નથી. કારમાં જે-જે હતા તે લોકો તો સામેથી હાજર થયા છે.


આરોપી તથ્યના વકીલે દલીલ કરી હતી કે, આરોપીને આખા રસ્તામાં કેટલી સ્પીડે ગાડી ચાલી તે ન કહી શકે. આરોપી કહે કે 20ની સ્પીડે ચાલતી હતી તો કોર્ટ માનશે? આ માટે FSLની ટીમ છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં ડેમોસ્ટ્રેશન કર્યું છે. આવી સત્તા પોલીસ પાસે નથી, નહીંતર તમે અને હું શા માટે છીએ? મોબાઈલ ફોન પોલીસ પાસે છે. કોને કોને ફોન કર્યા તે જોઈ લો. રિમાન્ડના મુદ્દા માટે આરોપીની જરૂર નહીં. જેગુઆર ગાડીમાં GPS લાગેલું હોય છે. કંપની પાસે માહિતી મંગાતા તે પણ મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મંગાવી શકાય. મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારું રેકર્ડ લઈ આવ્યા તો અગાઉ આરોપીએ આવો ગુન્હો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમાં હોય જ. આરોપી યુટ્યુબર અને કમ્પોસર તેમજ સિંગર છે. તથ્યના વકીલે દલીલ કરી કે અકસ્માત કરે તેના બંધારણીય હક રદ્દ ન થઈ જાય. તેના પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં આરોપી બનાવ્યા. આરોપી અને તેના પિતા નથી ભાગ્યા. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા છૂપાવ્યો નથી. CCTV જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું તે હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એક પણ મુદ્દામાં આરોપીની ઉપસ્થિતિની જરૂર નહીં.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.