રાજ્ય સરકાર દ્વારા TAT પાસ ઉમેદવારોની ભરતી કરવા માટે કોઈ ઠરાવ કરવામાં ન આવતા તેમની ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. આ માટે TAT પાસ ઉમેદવારોએ ફરી શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ઉમેદવારોએ TATના પ્રમાણપત્રની સમયમર્યાદા વધારવા મુદ્દે પણ ઉમેદવારો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે સરકાર દ્વારા ત્યારે ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે કે TATના પ્રમાણપત્ર સબંધિત ઠરાવ પસાર કરી ભરતી પ્રક્રિયા કરવામાં આવે. ઉમેદવારોએ ધોરણ 9 થી 12 માં 10 હજાર જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ કરી છે. આ બાબતે અગાઉ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઠરાવ પસાર કરી ઉમેદવારોને આશ્વાસન આપ્યું હતું. જો કે આશ્વાસન આપ્યું હોવા છતાં પણ ઠરાવ પસાર ન થતા ભરતી પ્રક્રિયા અધ્ધરતાલ થઈ છે.
જીતુ વાઘાણીએ કહ્યું પણ TAT ઠરાવ ન કર્યો
ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી આ બાબતે ટાટ પાસ ઉમેદવાર ઉમેદવારોએ તેમની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે અમે છેલ્લા બે વર્ષથી શિક્ષણમંત્રીને આ રજૂઆત કરી રહ્યાં છીએ. અમારી TAT ભરતી TAT વેલીડીટીના ઠરાવના કારણે અટકી છે. જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા. ત્યારે તેઓએ માર્ચ 2022 માં TAT પ્રમાણ પત્રની વેલીડીટી વધારવામાં આવી છે તેવું કહ્યું છે. જો કે આજ સુધી તે અંગે કોઈ ઠરાવ થયો નથી. તેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ ઠરાવ ઝડપથી કરવામાં આવે અને અમારી અટકી પડેલી ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી છે. ઉમેદવારો તેમની આ આજીજી સરકાર સાંભળે અને સત્વરે કાર્યવાહી કરે તેવી વિનંતી કરી રહ્યા છે.