આજે રાજ્યના 600થી વધુ કેન્દ્ર પર યોજાશે TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા, 1.65 લાખથી વધુ ઉમેદવારે આપશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-04 11:33:27

રાજ્યની હાઈસ્કૂલોમાં શિક્ષક થવા માટે યોજાતી દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. રાજ્યમાં આજે 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવાની તૈયારી થઈ ચૂકી છે. આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ લગાડવામાં આવી છે. બોર્ડ દ્વારા પણ આ પરીક્ષા ગેરરીતિથી દુર રહે અને શાંતિથી પૂર્ણ થાય તે માટે જડબેલાક વ્યસ્થા કરવામાં આવી છે.


આજ 12થી 3 કલાક દરમિયાન યોજાશે પરીક્ષા 


TAT-Sની પ્રિલિમનરી આ પરીક્ષા ત્રણ કલાક અને કુલ 200 ગુણની રહેશે. માધ્યમિક શિક્ષણ માટે યોજાનાર આ પરીક્ષા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યના 600થી વધારે કેન્દ્રો પર TAT-Sની પરીક્ષા યોજાવાની છે. આજે રવિવારે આ પરીક્ષા બપોરે 12થી 3 કલાક દરમિયાન યોજાશે. TAT-Sની આ પ્રિલિમનરી પરીક્ષાના 1.65 લાખ ઉમેદવારોમાં 2292 અંગ્રેજી માધ્યમના જ્યારે 966 હિન્દી માધ્યમના ઉમેદવારો પણ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 53813 ઉમેદવારો, રાજકોટમાં 26957, સુરતમાં 32173, વડોદરામાં 39173 અને ગાંધીનગરમાં 13530 ઉમેદવારો પરીક્ષા આપશે. 


ગેરરીતી માટે કેન્દ્ર સંચાલકો રહેશે જવાબદાર 


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પરીક્ષાને લઈ અમદાવાદમાં કેન્દ્ર સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન જાહેરનામા ઉપરાંત કેન્દ્રમાં સીસીટીવી, સ્ટ્રોંગરૂમ અને પોલીસ બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે. ગેરરીતિ પકડાય તો કેન્દ્ર સંચાલકને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.  આ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. આ પરીક્ષામાં દરેક બિલ્ડિંગમાં 20નો સ્ટાફને જોતા કુલ 2થી 3 હજાર સ્ટાફ ગોઠવવામાં આવશે. ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધની સાથે હોલ ટિકિટ, પેન અને આઈકાર્ડ સિવાય કોઈપણ વસ્તુ ઉમેદવારને લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રના સંચાલક, પટાવાળા સહિતના સ્ટાફ માટે પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઇલ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.


ORSના પેકેટ સહિતની કરાઈ વ્યવસ્થા


પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહે તે માટે વીજ પુરવઠો ખોરવાઇ ન જાય તે માટે વીજતંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને ઓઆરએસના પેકેટ સહિતની પ્રાથમિક વ્યવસ્થા રાખવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?