રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) મેઈન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 243 કેન્દ્રોમાં 43,933 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારો પરિણામ સત્તાવાર પોર્ટલ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પરથી જોઈ શકશે. હવે TAT-HS મેઈન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જ્ઞાન સહાયકની ભરતી માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ https://t.co/1l4uEtG3H7 પરથી જોઈ શકશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) November 28, 2023
ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારો
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ https://t.co/1l4uEtG3H7 પરથી જોઈ શકશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) November 28, 2023TAT હાયર સેકન્ડરીની પરીક્ષામાં 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા હતા. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની 43,933 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
70 થી વધુ ગુણ મેળવનારાઓની મેઈન્સ માટે પસંદગી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ માટે પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે સમગ્ર રાજ્યના 43,933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી.