આજે 1.14 લાખ ઉમેદવારો આપશે TAT-HSની પરીક્ષા, 5 જિલ્લા મથકોના 452 કેન્દ્ર પર યોજાશે પ્રિલિમ કસોટી


  • Published By :
  • Published Date : 2023-08-06 11:17:25

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવાની આશા રાખી રહેલા લાખો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે TAT-HSની પરીક્ષા આજે લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે બપોરે 12થી 3 દરમિયાન શિક્ષક અભિરૂચી કસોટી – ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ  હાયર સેકન્ડરી)  લેવામાં આવશે. જોકે, રવિવારે માત્ર ગુજરાતી માધ્યમના ઉમેદવારોની જ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજ્યના 1.14 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા રાજ્યના 5 જિલ્લા મથકો પર લેવાશે. પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 452 સેન્ટર પર 4137 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. રવિવારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટના રોજ હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. TAT-HSની આ પરીક્ષા બપોરે 12થી 3 દરમિયાન કુલ 20 વિષયોની આ ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. 


આ  5 જિલ્લા મથકો પર પરીક્ષા


ગુજરાતમાં ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી જ થઈ નથી. જેથી આ પરીક્ષા માટે 1.14 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 14923, અમદાવાદ શહેરમાં 27177, રાજકોટમાં 22762, સુરતમાં 24255 અને વડોદરામાં 25753 સહિત 114870 ઉમેદવારો નોંધાયા છે. આ પરીક્ષા આજે બપોરે 12થી 3 દરમિયાન રાજ્યના 452 કેન્દ્રોમાં 4137 બ્લોકમાં લેવાશે.


કુલ 200 માર્ક્સની ટેસ્ટ


શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ (TAT-HS)-2023 પરીક્ષા કુલ 200 માર્ક્સની MCQ આધારિત ટેસ્ટ હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર પરીક્ષા લેશે


શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ TAT-HS-2023 પરીક્ષાના આયોજન બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.


ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે કસોટી


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચી કસોટી (ઉચ્ચતર માધ્યમિક)-2023 લેવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલુ હતી ત્યાં સરકારે નવી લાયકાતોનો ઉમેરો કર્યો હતો. જેના પગલે આવેદનપત્રો સ્વીકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. જે અનુસાર TAT-HS માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 20 જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. 


GPSC પેટર્ન હેઠળ પરીક્ષા


સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની TAT-HS પરીક્ષામાં પદ્ધતિ-નિયમો બદલીને GPSC પેટર્ન મુજબની દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે. જેમાં પ્રિલિમ અને મેઈન પરીક્ષા લેવામાં આવે છે. માધ્યમિક શિક્ષક બનવા માટેની TAT પ્રિલિમ અને મેઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની TATની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવના૨ છે.


ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી  માધ્યમની અલગ પરીક્ષા


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિષયોની સંખ્યા વધુ હોવાના લીધે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ લેવાનું નક્કી કર્યું હતું. જે અનુસાર રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની TAT-HSની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતી માધ્યમની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે બાકી રહેલા હિન્દી અને અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?